For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: આ પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને સાપોથી કરડાવવાની ધમકી આપી

5 ઑગષ્ટથી પાકિસ્તાન તરફથી સતત યુદ્ધ, તો ક્યારેક પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી રહી છે. હવે પાકિસ્તાન તરફથી એક ધમકી આવી છે કે તમે હસ્યા વગર નહીં રહી શકો.

|
Google Oneindia Gujarati News

5 ઑગષ્ટથી પાકિસ્તાન તરફથી સતત યુદ્ધ, તો ક્યારેક પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી રહી છે. હવે પાકિસ્તાન તરફથી એક ધમકી આવી છે કે તમે હસ્યા વગર નહીં રહી શકો. પાકિસ્તાની ગાયિકા રબી પીરઝાદા અને ઇના મોહત્રામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને ઝેરી સાપ અને મગરમચ્છથી કરડાવવાની ધમકી આપી છે. રબીએ તેની ધમકીનો એક વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે.

ઝેરીલા સાપો સાથે રમી રહી છે

ઝેરીલા સાપો સાથે રમી રહી છે

રબીએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે સાપ અને મગર સાથે રમતી જોવા મળી રહી છે. તે કહી રહી છે કે આ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ ઉપહાર છે. પીરઝાદાએ તેના વીડિયોમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ કરવા માટે સાપથી કરડાવવાની ધમકી આપી છે. વીડિયોમાં પીરઝાદા ભારતીયોને ધમકી આપતી જોવા મળી રહ્યો છે કે તે આ ખતરનાક સાપ અને અન્ય પ્રાણીઓને એલઓસી ઘ્વારા મોકલશે.

ભારતીયોને નરક ભોગવવાની ધમકી

ભારતીયોને નરક ભોગવવાની ધમકી

તેને એવું પણ કહ્યું છે કે ભારતીયોએ હવે નરક ભોગવવા તૈયાર રહેવું જોઈએ. રબી પીરઝાદાએ વીડિયોમાં કહ્યું છે કે, એક કાશ્મીરી છોકરી હોવાથી હું આ બધા સાપ પીએમ નરેન્દ્ર મોદીને ભેટ આપવા માંગું છું. નરકમાં મરવાની તૈયારી રાખો. મારા બધા મિત્રો જોકે શાંતિના મિત્રો છે. રબીએ પણ કાશ્મીરની જનતા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ પહેલીવાર નથી જ્યારે રબીએ કોઈ વીડિયો પોસ્ટ કર્યો હોય.

કોણ છે રબી પીરઝાદા

રબીએ 17 ઓગસ્ટના રોજ એક આવો જ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેણે કાશ્મીર પર એક ગીત રજૂ કર્યું છે. આ સિવાય તેમણે એક ટ્વિટ કરીને લખ્યું કે, અમે કાશ્મીરી પાકિસ્તાનને પ્રેમ કરીએ છીએ અને હંમેશા કરીશું. રબીનો જન્મ બલુચિસ્તાનના ક્વેટામાં થયો હતો. પીરઝાદા તેની વિચિત્ર વર્તન માટે જાણીતી છે.

આ પણ વાંચો: ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ

English summary
Pakistani singer Rabi Pirzada threatens PM Modi with deadly snakes and crocodiles
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X