Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બુગ્તી મર્ડર કેસમાં પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફની ધરપકડ

parvez musharraf
ઇસ્લામાબાજ, 13 જૂન : પાકિસ્તાનથી મળી રહેલા સમાચાર અનુસાર પાકિસ્તાનના પૂર્વ જનરલ અને રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની બલૂચ નેતા અકબર બુગ્તીની હત્યાનામામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. ડોન ન્યૂઝના જણાવ્યા અનુસાર મુશર્રફને જેલભેગા કરી દેવાયા છે. તેમને તેમના ફાર્મ હાઉસમાં જ બે અઠવાડિયા સુધી ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવશે. આજે સવારે તેમને ક્રાઇમ બ્રાંચની સ્પેશીયલ ટીમે હત્યાના સિલસિલામાં જબ્બે કરી લીધા.

અત્રે ઉલ્લેખનીય છે કે બલૂચ રાષ્ટ્રવાદી નેતા બુગ્તીની 26 ઓગસ્ત 2006 એક સૈન્ય કાર્યવાહીમાં માર્યા ગયા હતા. આ સૈન્ય કાર્યવાઇનો આદેશ તાત્કાલિન રાષ્ટ્રપતિ મુશર્રફે આપ્યો હતો, ત્યારે તેઓ રાષ્ટ્રપતિ અને સૈન્ય પ્રમુખના પદો પર હતા. તેઓ જમ્હુરી વતન પાર્ટીના અધ્યક્ષ હતા.

મુશર્રફની સામે બુગ્તીના પુત્ર જમીગ બુગ્તીએ કેસ નોંધાવ્યો હતો. મુશર્રફે આ મામલામાં આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. કોર્ટની ઘણી સુનવણીમાં મુશર્રફે હાજરી આપી ન્હોતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેની પર આજે અમલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ વર્ષ સુધી સ્વનિર્વાસનમાં રહ્યા બાદ પરવેઝ મુશર્રફ પોતાના વતન પરત ફર્યા હતા. સરકાર તરફથી ધરપકડનું ફરમાન અને તાલિબાનની ધમકીની પરવાહ કર્યા વગર મુશર્રફ પાકિસ્તાનની લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા પરત ફર્યા હતા. મુશર્રફે પોતાનો સાઢા ચાર વર્ષનો સમય દુબઇ અને લંડનમાં વિતાવ્યો. જોકે પાકિસ્તાનની કોર્ટે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X