દુનિયામાં આ જગ્યાઓ પરથી પ્લેનને ઉડવાની મનાઈ છે, જાણો કેમ?
સાત અજાયબીઓમાં સામેલ તાજ મહેલ પરથી પણ કોઈ વિમાનને ઉડવાની મંજુરી નથી. દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલો તાજ મહેલ ભારતની શાન છે અને 1983 થી વિશ્વ વિરાસતમાં સામેલ છે.
દુનિયામાં ઘણી દુર્લભ જગ્યાઓ આવેલી છે. આવી જગ્યાઓની જાળવણી માટે વિવિધ દેશોની સરકારો વિવિધ પગલા લેતી હોય છે. આજે અમે દુનિયાની કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે નો ફ્લાય ઝોન છે અને તેની આસપાસ પ્લેનને ઉડવાની મનાઈ છે. 9/11 જેવા હુમલા અને વધતી હવાઈ દુર્ઘટનાઓથી બચવા આવી જગ્યાઓને નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે. આમાની એક જગ્યા તો ભારતમાં પણ આવેલી છે.

મક્કા
દુનિયાભરના મુસ્લિમોનું આસ્થા સ્થાન મક્કા પણ નો ફ્લાય ઝોન છે. કોઈપણ યાત્રી વિમાનને મક્કા ઉપરથી ઉડવાની મંજૂરી નથી. આ હજ યાત્રાનું અંતિમ સ્થળ અને ઇસ્લામિક આસ્થાનું સૌથી મોટુ કેન્દ્ર છે.

બકિંગહામ પેલેસ
બ્રિટનનો બકિંગહામ પેલેસ પણ નો ફ્લાય ઝોન છે. બકિંગહામ પેલેસ બ્રિટિશ શાહી પરિવારનું કાર્યાલય અને પ્રતીક છે. બ્રિટનની રાણી અને રાજા અહીં રહે છે. બકિંગહામ પેલેસને રાજવી પરિવારની સુરક્ષા માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે.

ડિઝની પાર્ક - કેલિફોર્નિયા
કેલિફોનિયામાં આવેલો ડિઝની પાર્ક દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં દુનિયાભરમાંથી વર્ષે લાખો લોકો આવે છે. અમેરિકાના 9/11 હુમલા બાદ અહીં પ્રવાસીઓની સુરક્ષા માટે તેને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે.

તિબેટ
દુનિયાના સૌથી ઉંચા સ્થળોમાંથી એક તિબેટ પણ નો ફ્લાય ઝોન છે. તિબેટની એવરેજ ઉંચાઈ 16 હજાર ફુટ છે. તિબેટમાં આવેલા ઉંચા પર્વતોને કારણે અહીંથી પ્લેનને ઉડવાની મનાઈ છે. અહીં યાત્રીયોની સુરક્ષા માટે નો ફ્લાય ઝોન છે.

માચુ પિચુ
વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ પેરુનું માચુ પિચુ પણ નો-ફ્લાય ઝોન છે. વિશ્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાંથી એક માચુ પીચુમાં દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આ સ્થળ દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં સ્થિત છે.ઉરુબામ્બા ઘાટીમાં દરિયાની સપાટીથી 2430 મીટરની ઉંચાઈએ આવેલી આ જગ્યા સાંસ્કૃતિક મહત્વ અને દુર્લભ વન્યજીવો તેમજ વનસ્પતિ માટે પ્રખ્યાત છે.

ગાવા વિસ્તાર - બાર્સેલોના
બાર્સેલોનાના ગાવા સ્થિત વિસ્તારને પર્યાવરણની દ્રષ્ટિએ નો-ફ્લાય ઝોન જાહેર કરાયો છે. અહીં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ખૂબ જ દુર્લભ છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર નથી ઈચ્છતી કે ત્યાંની હવા પ્રદૂષિત થાય. આ માટે તેને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે.

તાજ મહેલ
સાત અજાયબીઓમાં સામેલ તાજ મહેલ પરથી પણ કોઈ વિમાનને ઉડવાની મંજુરી નથી. દુનિયાભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલો તાજ મહેલ ભારતની શાન છે અને 1983 થી વિશ્વ વિરાસતમાં સામેલ છે. અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે તેને 2006થી નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે.












Click it and Unblock the Notifications
