For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ મોદી આયરલેન્ડ યાત્રા રહી ખાસ, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

બુધવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની આયરલેન્ડ અમેરિકાની વિદેશ યાત્રાના પહેલા પડાવરૂપે આયરલેન્ડ પહોંચ્યા. અહીં તે માત્ર 5-6 કલાક જ રોકાયા. નોંધનીય છે કે 59 વર્ષ બાદ ભારતના કોઇ વડાપ્રધાને આયરલેન્ડની મુલાકાત લીધી છે. તો બીજી તરફ મોદી પણ તેમની આ યાત્રાને જણાવી ખાસ.

તેમણે કહ્યું કે તેમની આ યાત્રાથી બન્ને દેશોના સંબંધો મજબૂત થશે. તો બીજી તરફ તેમની આ 5-6 કલાકની વિદેશ યાત્રા તેમના અને ભારત બન્ને માટે ખાસ બની રહી. નરેન્દ્ર મોદીએ તેમની આ સફળ યાત્રા માટે આયરલેન્ડના વડાપ્રધાનનો આભાર પણ માન્યો.

અને આયરલેન્ડમાં રહેતા ભારતીય સમુદાયને સંબોધન પણ કર્યું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ આયરલેન્ડ પ્રવાસની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ભારતીય સમુદાય દ્વારા સ્વાગત

ભારતીય સમુદાય દ્વારા સ્વાગત

નોંધનયી છે કે નરેન્દ્ર મોદી તેમની આ વિદેશ યાત્રામાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. અને ભારતીય સમુદાય પણ તેમના સ્વાગતમાં એક રંગારંગ કાર્યક્રમ આપ્યો હતો.

મોદી મોદીના નારા

મોદી મોદીના નારા

આયરલેન્ડમાં પણ મોદી મોદીના નારા ભારતીય સમુદાયના સંમેલનમાં સાંભળવા મળ્યા હતા. અને ભારતની સાંસ્કૃતિક ઝાંખી પણ અહીં જોવા મળી હતી.

વિદેશી બાળકો ગાયા સંસ્કૃત શ્લોક

વિદેશી બાળકો ગાયા સંસ્કૃત શ્લોક

મોદીના સ્વાગતમાં આયરલેન્ડના નાના બાળકોએ સંસ્કૃતમાં શ્લોક ગાયા. જે સાંભળીને મોદી ચકિત થઇ ગયા. અને તેમને આ બાળકોના ભરપૂર વખાણ કર્યાં.

મોદીનું ભાષણ

મોદીનું ભાષણ

મોદીએ ભારતીય સમુદાયને આપેલા ભાષણમાં જણાવ્યું કે 60 વર્ષ પછી પહેલીવાર કોઇ ભારતીય વડાપ્રધાન આયલેન્ડ આવ્યો છે. અને આયરલેન્ડમાં વસતા ભારતીયો ઉલ્લાસ તો જોતા જ બને છે.

સંયુક્ત સંબોધન

સંયુક્ત સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આયરલેન્ડના વડાપ્રધાન એન્ડા કેનીએ બેઠક બાદ એક સંયુક્ત ભાષણ પણ આપ્યું હતું જેમાં બન્ને દેશો વચ્ચે ડાયરેક્ટ એર લાઇન, ડિપ્લોમેટિક સંબંધોમાં સુધાર જેવા મુદ્દોઓ પર બન્ને દેશોના નેતાઓએ સહમતિ બતાવી હતી.

મોદીનું ટીશર્ટ

મોદીનું ટીશર્ટ

આઇરીશ વડાપ્રધાન એન્ડા કેનીએ નરેન્દ્ર મોદીને આયરલેન્ડની ક્રિકેટ ટીમની જર્સી ભેટ આપી હતી. જેની પર મોદી લખેલું હતું

બોલ અને બેટની ભેટ

બોલ અને બેટની ભેટ

તે સિવાય પણ આયરલેન્ડના વડાપ્રધાન એન્ડા કેનીએ મોદીને ત્યાંથી રાષ્ટ્રિય રમત હર્લિંગના બેટ અને બોલ પણ ભેટમાં આપ્યા હતા.

મોદીની ભેટ

મોદીની ભેટ

તો સામે પક્ષે મોદીએ પણ વડાપ્રધાન એન્ડા કેનીને કેન્ટલ સ્ટેન્ડ ભેટમાં આપ્યું હતું જે માર્બલ અને સિલ્વરથી બનેલું છે.

મોદી પહોંચ્યા આયરલેન્ડ

મોદી પહોંચ્યા આયરલેન્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આયરલેન્ડના ડબલિન એરપોર્ટ પર પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.

English summary
Prime Minister Narendra Modi who made a five-hour brief stop-over en route to the US in Ireland on September 23 sought its support for India's bid in United Nations Security Council (UNSC) and international export control regimes including NSG during talks with Irish prime minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X