For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા જાપાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. પ્રધાનમંત્રી જાપાનના ઓસાકા શહેર પહોંચ્યા બાદ તેમનું જોરદાર સ્વાગત થયુ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. પ્રધાનમંત્રી જાપાનના ઓસાકા શહેર પહોંચ્યા બાદ તેમનું જોરદાર સ્વાગત થયુ. અહીં સ્વિસોટેલ નનકાઈ હોટલમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમાજના લોકો સાથે મુલાકાત કરી. પીએમ મોદીને મળવા માટે ભારતીય સમાજમાં જબરદસ્ત ઉત્સાહ હતો. તમને જણાવી દઈએ કે પીએમ મોદી આજે બપોરે લગભગ બે વાગે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે સાત વાગે હ્યોગો ગેસ્ટ હાઉસમાં યોજાનાર સામુદાયિક બેઠકમાં ભાગ લેશે. માનવામાં આવી રહ્યુ છે કે જી-20ની બેઠકમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલુ ટ્રેડ વૉર મહત્વનો મુદ્દો રહેવાનો છે. આ ઉપરાંત ઈરાન સાથે અમેરિકાના તણાવપૂર્ણ સંબંધો માટે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

pm modi

સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે 28 જૂનના રોજ જાપાનના ઓસાકામાં જી-20 શિખર સંમેલનના પ્રસંગે પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત એલાન થયુ નથી. દિલ્લી પહોંચેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પેયોએ બુધવારે કહ્યુ કે ભારત અને અમેરિકાએ દુનિયાને એ જ રીતે જોવુ જોઈએ જે રીતે આપણે એકબીજાને જોઈએ છે કે આપણે શું છે - મહાન લોકતંત્ર, વૈશ્વિક શક્તિઓ અને સારા દોસ્ત. પોમ્પિયોએ કહ્યુ કે થોડા સપ્તાહ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ બધા દેશોને આતંકવાદ સામે લડવાનું આહવાન કર્યુ. ત્યારબાદ ગયા મહિને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી ઘોષિત કરવામાં આવ્યો.

અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યુ કે અત્યારે આપણી પાસે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી બે નેતા છે, જે જરૂરત પડવા પર જોખમ લેવાથી ડરતા નથી. એટલા માટે આવો, એકબીજાને નવી રીતે જોઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોના આ નવા પ્રવાસને ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. ભારત પ્રવાસે આવેલા પોમ્પિયોએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશઆ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી સામે સપા-કોંગ્રેસના ધારાસભ્યનો વિરોધ, બોલ્યા- ભગવાકરણની કોશિશ

English summary
PM Modi reaches to Japan to attend the G-20 meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X