યુએઇમાં દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ પર મોદી ગાળીયો કસી શકે છે
આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુબઇથી ભારત આવવા રવાના થઇ જશે. પણ તે પહેલા તે અહીંના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને તે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની સંપત્તિને જપ્ત કરવા માટે વાતચીત કરી શકે છે.

સુત્રોના કહેવા મુજબ ભારતે દુબઇમાં દાઉદના કાળા નાણાં અને બેનામ સંપત્તિના સબૂત સ્વરૂપે 200 પાનાનો એક રિપોર્ટ ત્યાંની સરકારને સોંપ્યો છે. વળી મોદી કાઉન્ટર ટેરેરિઝમ પર પણ વાતચીત કરી શકે છે.
નોંધનીય છે કે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોવાલ પણ આ પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. ડોવાલ પાસે દાઉદથી જોડાયેલી નવી જાણકારીઓ છે. દાઉદનો ભાઇ અનીસ ઇબ્રાહિમ દુબઇમાં ગોલ્ડન બોક્સ નામની એક કંપની ચલાવે છે.
સાથે આ મુલાકાતમાં મોદી બન્ને દેશોની રક્ષા અને આતંકવાદ જેવા મુદ્દા પર પણ ચર્ચા કરશે. વળી તે આઇએસઆઇએસ જેવા સંગઠન સામે લડવા માટે યુએઇની મદદ પણ માંગી શકે છે. નોંધનીય છે કે ઇરાક અને સિરીયા બાદ આઇએસઆઇએસ ભારત પર પોતાની પકડને મજબૂત કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
