For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાર્ક સંમેલનમાં મોદીએ કહ્યું- '26/11નું દર્દ નહીં ભૂલીએ..'

|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 26 નવેમ્બર: નેપાળની રાજધાની કાઠમાંડૂમાં આજે 18માં દક્ષિણ એશિયાઇ ક્ષેત્રિય સહયોગ સંગઠન (SAARC) શિખર બેઠકને સંબોધિત કરતા મુંબઇમાં થયેલા ક્રૂર આંતવાદી હુમલાની ઘટનાને યાદ કરી. મોદીએ જણાવ્યું કે અમે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાને ક્યારેય ના ભૂલી શકીએ. મોદીએ જણાવ્યું કે આજે 26/11ની વરસી છે અને આ હુમલાનું દર્દ અમને આજે પણ યાદ છે.

આ અવસર પર મોદીએ જણાવ્યું કે સાર્ક દેશોની વચ્ચે બીમારો માટે મેડિકલ વિઝા હોવો જોઇએ. મોદીએ જણાવ્યું કે ક્લીઝ એનર્જી પર આપણે ભાર આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે 2016માં સાર્કનું સહભાગીતાવાળું સેટેલાઇટ હશે અને સાર્ક દેશો માટે વિઝાના સ્થાને બિઝનેસ ટ્રાવેલર કાર્ડ હોવું જોઇએ.

દેશોને જોડવા પર વિશેષ ધ્યાન આપવાની વાત કરતા મોદીએ જણાવ્યું કે સાર્કમાં કામ કરવાની ગતિ ખૂબ જ ધીમી છે, શું આ ધીમી ગતિના કારણે આપણી વચ્ચે મતભેદ છે. મોદીએ જણાવ્યું કે લોકોની આશાઓના કારણે સાર્કની ગતિ ખૂબ જ ધીમી છે. ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની વચ્ચે નવા સંબંધોની શરૂઆતનો ઉલ્લેખ પણ મોદીએ પોતાના સંબોધનમાં કર્યો.

મોદીએ જણાવ્યું કે સૌને સારા પડોશી મળવા જોઇએ, સૌના પડકારો એક જેવા જ છે. મોદીએ જણાવ્યું કે સાર્કમાં આંતરિક રોકાણ ખૂબ જ ઓછું છે અને સારા પાડોશી વિકાસમાં સહાયક થાય છે. મોદીએ જણાવ્યું કે આપણે આપણી સ્થિતિને જોવી પડશે અને દક્ષિણ એશિયાઇ દેશોમા મળીને કામ કરવાની જરૂરીયાત છે. મોદીએ સાર્ક સંમેલન માટે નેપાલને શુભેચ્છા પણ આપી.

નેપાળમાં બુધવાર શરૂ થયેલી સાર્ક સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફનો આમનો-સામનો થયો નહીં. સંમેલન માટે બંને એક મંચ પર પહોંચ્યા, પરંતુ એક-બીજાની સામે જોયા વગર જ આગળ વધી ગયા.

modi
સાર્ક દેશોને વ્યવસાયિક વિઝા આપશે ભારત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું કે સાર્ક દેશોને ત્રણથી પાંચ વર્ષના વ્યાવસાયિક વિઝા આપશે. સાથે જ તેમણે પ્રક્રિયાઓને સરળ તથા સુવિધાઓને સુદ્રઢ બનાવવાનું આહ્વાન કર્યું. મોદીએ 18માં સાર્ક સંમેલન દરમિયાન પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારત હવે સાર્ક દેશોને ત્રણથી પાંચ વર્ષ માટે વ્યવસાયિક વિઝા જારી કરશે. તેમણે જણાવ્યું કે મારુ માનવું છે કે જો અમે એક બીજાના શહેરો અને ગામોના વિકાસ કરી શકતા હોઇએ તો આપણે આપણા ભવિષ્યને પણ પ્રજ્વલિત કરી શકીશું. વડાપ્રધાને જણાવ્યું કે ભારત સાર્ક દેશોની સાથે વ્યાપાર અધિશેષ ખૂબ જ છે. મને લાગે છે આ સત્ય નથી અને સ્થાયી પણ નથી. આવો પ્રક્રિયાઓને સરળ, સુવિધાઓને સુંદર, સરળ કામના ભારને ઓછો કરીએ.

English summary
PM Narendra Modi raises 26/11 at summit, says we all need to stand close and together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X