નેપાળમાં રાષ્ટ્રપતિ ચૂંટણી આજે, સાંજ સુધી જાહેર થઈ જશે પરિણામ

નેપાળમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. દેશના ચૂંટણી પંચે માહિતી આપી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

nepal

નેપાળમાં આજે રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. દેશના ચૂંટણી પંચે માહિતી આપી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે સાંજે 7 વાગ્યા સુધી ચૂંટણી પરિણામ સામે આવી જશે અને દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. ચૂંટણી અધિકારી મહેશ શર્માએ જણાવ્યુ કે બધી તૈયારીઓ, ટેકનિકલ, માનવ સંશાધન અને મેનેજમેન્ટને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન સંસદ ભવનમાં થશે. ચૂંટણી પંચે બે અલગ-અલગ મતદાન મથકો સ્થાપ્યા છે, એક સંઘીય સંસદસભ્યો માટે અને બીજુ પ્રાંતીય વિધાનસભાના સભ્યો માટે.

નેપાળના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી સવારે 10 વાગે શરૂ થશે અને બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે ઉમેદવારો મેદાનમાં છે. નેપાળી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામ ચંદ્ર પૌડેલ અને સીપીએન ઉપાધ્યક્ષ સુભાષ ચંદ્ર નેમ્બાંગ મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બપોરે 3 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થશે. આ પછી સાંજે 7 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન તમામ સાંસદો અને ધારાસભ્યો મતદાનમાં ભાગ લેવા માટે કાઠમંડુ પહોંચી ગયા છે.

ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 884 સભ્યો છે, જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 275, નેશનલ એસેમ્બલીમાં 59 અને સાસટ પ્રાંતની વિધાનસભામાં 550 સભ્યોનો સમાવેશ થાય છે. મતલબ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ 52786 વોટ છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારે બહુમતી જીતવી પડે છે. સાંસદનો એક વોટ 79 અને ધારાસભ્યનો એક વોટ 48 વોટના બરાબર હશે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણીથી પોતાને દૂર રાખવાની જાહેરાત કરી છે. બુધવારે પાર્ટીની સેન્ટ્રલ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે વોટિંગમાં ભાગ નહીં લઈએ. આ વાતને સમર્થન આપતા પાર્ટીના પ્રવક્તા મોહન શ્રેષ્ઠાએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તટસ્થ રહીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X