પીએમ મોદીને વર્ષ 2018ના સિયોલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2018 ના સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત થશે. તેમને આ પુરસ્કાર ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન અને દુનિયાને મોદીનોમિક્સ દ્વારા બદલવાની કોશિશોના કારણે આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2018 ના સિયોલ શાંતિ પુરસ્કારથી સમ્માનિત થશે. તેમને આ પુરસ્કાર ભારતની આર્થિક પ્રગતિમાં યોગદાન અને દુનિયાને મોદીનોમિક્સ દ્વારા બદલવાની કોશિશોના કારણે આપવામાં આવશે. બુધવારે વિદેશ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરીને આની અધિકૃત પુષ્ટિ કરવામાં આવી છે. પીએમ મોદી આ પુરસ્કાર મેળવનાર 14માં વ્યક્તિ છે. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે દુનિયાની શાંતિ, માનવ વિકાસ અને ભારતમાં લોકતંત્ર માટે પીએમ મોદીના યોગદાનને જોતા જ તેમને આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીને ત્રણ ઓક્ટોબર યુનાઈટેડ નેશન્સ તરફથી ચેમ્પિયન્સ ઓફ અર્થ પુરસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.

આ કારણોસર આપવામાં આવ્યો પીએમ મોદીને પુરસ્કાર
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ‘સિયોલ શાંતિ પુરસ્કાર સમિતિએ વર્ષ 2018 નો પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો નિર્ણય કર્યો છે. સમિતિએ આંતરરાષ્ટ્રીય સહયોગ, વૈશ્વિક વિકાસને આગળ વધારવા અને ભારતમાં માનવ વિકાસને આર્થિક પ્રગતિ દ્વારા આગળ વધારવા અને ભ્રષ્ટાચારના વિરોધમા લડાઈ સાથે સામાજિક એકતા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્પણને જાણ્યુ છે.' એવોર્ડ કમિટિએ પીએમ મોદીના તે યોગદાનને જાણ્યુ છે જે તેમણે ભારતીય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધારવા માટે આપ્યુ છે. કમિટીએ આર્થિક અને સામાજિક ભેદભાવ દૂર કરવા માટે ‘મોદીનોમિક્સ' ને શ્રેય આપ્યો છે. કમિટીએ ભ્રષ્ટાતારના વિરોધમાં ચલાવવામાં આવેલી પીએમ મોદીની ઝુંબેશ અને ડીમોનિટાઈઝેશન જેવા ઉપાયો પણ નોંધ્યા છે.
|
શાંતિના પ્રયાસ પણ પ્રશંસનીય
કમિટી તરફથી મોદીના ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ માટે કરાયેલા પ્રયાસોની પણ પ્રશંસા કરવામાં આવી છે. વિદેશ નીતિમાં દુનિયાભરના દેશો સાથે એક પ્રગતિશીલ વિચાર માટે ‘મોદી ડોક્ટ્રાઈન' ‘એક્ટ ઈસ્ટ પોલિસી' ની શાંતિ લાવવાની મોદીના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી છે. પીએમ મોદીએ આ પુરસ્કારને સ્વીકાર્યો છે. તેમણે આ સમ્માનથી સમ્માનિત કરવા માટે કોરિયાઈ ગણતંત્રનો આભાર માન્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમ મોદીએ કોરિયાઈ ગણતંત્ર સાથે ભારતની ગાઢ થતી ભાગીદારીને પુરસ્કાર માટે જવાબદાર ગણાવ્યા છે. મોદીને આ પુરસ્કાર ક્યારે આપવામાં આવશે તેના પર વાતચીત દ્વ્રારા યોગ્ય સમય નિર્ધારિત કરવામાં આવશે.

વર્ષ 1990 માં થઈ પુરસ્કારની શરૂઆત
સિયોલ શાંતિ પુરસ્કારની શરૂઆત વર્ષ 1990 માં થઈ હતી. તે સમયે સિયોલમાં 24માં ઓલિમ્પિક રમતોનું આયોજન થયુ હતુ. આ રમતોના સમાપન પર પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. આ ઓલિમ્પિકમાં દુનિયાભરના 160 દેશોએ ભાગ લીધો હતો. આ પુરસ્કાર આપવાનો હેતુ કોરિયાઈ ગણતંત્રમાં નાગરિકોમાં રહેલ શાંતિની ભાવનાથી દુનિયાને અવગત કરવાનો હતો. પીએમ મોદીથી પહેલા આ પુરસ્કાર યુએનના પૂર્વ પ્રમુખ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ, આંતરરાષ્ટ્રીય રાહત સંગઠનો જેવા કે ડૉક્ટર્સ વિધાઉટ બ્રધર્સ એન્ડ ઓક્સફેમને આપવામાં આવી ચૂક્યો છે. દુનિયાભરના લગભગ 1300થી વધુ લોકોને પુરસ્કાર માટે નામાંકન પ્રસ્તાવ મોકલવામાં આવે છે.












Click it and Unblock the Notifications
