For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેમ પીએમ મોદી છે આફ્રીકી દેશોના પ્રવાસ પર? જાણો કારણો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાના ચાર દેશોના વિદેશ પ્રવાસ પર છે. શુક્રવારે સવારે તે મોઝાંબિક પહોંચ્યા હતા. નોંધનીય છે કે તેમની આ ચાર દેશોની યાત્રામાં સૌથી મહત્વપૂર્ણ છે દક્ષિણ આફ્રિકાની યાત્રા. કારણ કે બ્રિક્સના સદસ્ય હોવાના કારણે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે કૂટનૈતિક અને વેપારી સંબંધો બંધાવાની શક્યતા રહેલી છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઝાબિક, દક્ષિણ આફ્રિકા, તાનજાનિયા અને કેનિયાની મુલાકાત લેશે. નોંધનીય છે કે આફ્રિકા મહાદ્રિપ પર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની આ પહેલી યાત્રા છે. જો કે તે મોરેશ્યિસ અને સિશેલ્સ જઇ ચૂક્યા છે. ત્યારે આ યાત્રાના કેટલાક ખાસ મુદ્દા વિષે જાણો અહીં...

36 વર્ષમાં પહેલા વડાપ્રધાન

36 વર્ષમાં પહેલા વડાપ્રધાન

ગત 36 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેવા પહેલા વડાપ્રધાન છે જે આફ્રિકી દેશોના પ્રવાસ પર નીકળ્યા છે. આ પહેલા 1982માં ઇન્દિરા ગાંધીએ આ તરફ પ્રવાસ કર્યો હતો.

પ્રવાસની ડિટેલ

પ્રવાસની ડિટેલ

દક્ષિણ આફ્રિકાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રિટોરિયા, જોહાંસબર્ગ, ડરબન અને પીટરમારિઝબર્ગ જશે. તે પછી તાનજાનિયાની રાજધાની ડોડોમા અને પછી નાયરોબી જશે.

વેપારી સંબંધો પર આશ

વેપારી સંબંધો પર આશ

નોંધનીય છે કે મોદીના આ વિદેશ પ્રવાસથી ભારત અને દક્ષિણ આફ્રિકાના વેપારી સંબંધો વધુ સારા થશે તેવી આશા સેવાઇ રહી છે. સાથે જ સાંસ્કૃતિક સંબંધો પણ સુધરશે તેવી આશા છે.

વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી

મોદીએ યાત્રા પર જતા પહેલા કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સાથે મહાત્મા ગાંધી જોડાયેલા છે અને આ જ કારણે ભારત સાથે તેનો અલગ સંબંધ છે.

English summary
Prime Minister Narendra Modi left for a five-day tour of Africa early Thursday that will take him to Mozambique, South Africa, Tanzania and Kenya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X