ચીનના રાષ્ટ્રપતિને મળ્યા મોદી, ઉઠાવ્યો સરહદ વિવાદનો મુદ્દો
બ્રાઝીલ, 15 જુલાઇ: બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. બ્રાઝીલના ફોર્ટલેજામાં બંને નેતાઓની વાતચીત દરમિયાન સરહદ વિવાદ સહિત આર્થિક મુદ્દાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. ભારતે ચીનના રાષ્ટ્રપતિતાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું, જવાબમાં શી ઝિનપિંગે મોદીને ચીન આવવા માટેનું નિમંત્રણ આપ્યું.
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે. પરંતુ આ પહેલા સોમવારે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષિય વાતચીત કરી. ભારત અને ચીનની વચ્ચે થઇ આ વાતચીતમાં મોદીએ તેમની સરકારને સમ્માન આપવા માટે શી ઝિનપિંગનો આભાર વ્યક્ત કર્યો છે.
મોદી અને શી જિનપિંગની મુલાકાત 30 થી 40 મિનિટ સુધી નિર્ધારિત હતી પરંતુ બંને નેતાઓની વાતચીત લગભગ 80 મિનિટ સુધી ચાલી. બંને પક્ષોની વચ્ચે આર્થિક મામલા પર ગંભીર ચર્ચા થઇ. ભારતે ચીનની સાથે વ્યાપારમાં સંતુલન લાવવા પર ભાર આપ્યું. આ ઉપરાંત ચીનમાં પ્રવાસન અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નવા રૂટ પર પણ વાતચીત થઇ.
બંને દેશોની વાતચીતમાં સરહદ વિવાદનો પણ મુદ્દો ઉઠ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો શી ઝિનપિંગે સ્વિકાર કર્યો અને સંભવત: સપ્ટેમ્બર મહિનામાં તેઓ ભારત યાત્રા પર આવશે.
સંબંધોમાં ઊર્મિ બતાવતા ચીને પણ ભારતના વડાપ્રધાન મોદીને ચીન આવવા માટે અપિલ કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જોકે હજી સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ વડાપ્રધાન મોદી નવેમ્બરમાં ચીન પ્રવાસ કરી શકે છે.

મોદી બ્રાઝીલમાં
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

બ્રિક્સ શિખર સમ્મેલનમાં નરેન્દ્ર મોદી
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા

મોદી ચીનના રાષ્ટ્રપતિને મળ્યા
બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. બ્રાઝીલના ફોર્ટલેજામાં બંને નેતાઓની વાતચીત દરમિયાન સરહદ વિવાદ સહિત આર્થિક મુદ્દાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. ભારતે ચીનના રાષ્ટ્રપતિતાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું, જવાબમાં શી ઝિનપિંગે મોદીને ચીન આવવા માટેનું નિમંત્રણ આપ્યું.

મોદી અને શી જિનપિંગની મુલાકાત 80 મિનિટ સુધી ચાલી
મોદી અને શી જિનપિંગની મુલાકાત 30 થી 40 મિનિટ સુધી નિર્ધારિત હતી પરંતુ બંને નેતાઓની વાતચીત લગભગ 80 મિનિટ સુધી ચાલી. બંને પક્ષોની વચ્ચે આર્થિક મામલા પર ગંભીર ચર્ચા થઇ. ભારતે ચીનની સાથે વ્યાપારમાં સંતુલન લાવવા પર ભાર આપ્યું. આ ઉપરાંત ચીનમાં પ્રવાસન અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નવા રૂટ પર પણ વાતચીત થઇ.

શી ઝિનપિંગ સપ્ટેમ્બર મહિનામાં ભારત યાત્રા પર આવશે
બંને દેશોની વાતચીતમાં સરહદ વિવાદનો પણ મુદ્દો ઉઠ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો શી ઝિનપિંગે સ્વિકાર કર્યો અને સંભવત: સપ્ટેમ્બર મહિનામાં તેઓ ભારત યાત્રા પર આવશે.

Click it and Unblock the Notifications