લેડી ડાયના પાકિસ્તાની હાર્ટ સર્જન સાથે ઘરસંસાર માંડવા તૈયાર હતા
લંડન, 2 ઓગસ્ટ : બ્રિટનના દિવંગત રાજકુમારી ડાયના (પ્રિન્સેસ ડાયના)ની એક રસપ્રદ પ્રેમ કહાનીનો ખુલાસો થયો છે. લેડી ડાયનાના નવા પ્રેમ પ્રકરણનો ખુલાસો જેમિમા ખાને કરપ્યો છે. બ્રિટિશ સોશિયલાઇટ અને પ્રિન્સેસ ડાયનાના મિત્ર જેમિમા ખાનના જણાવ્યા અનુસાર ડાયના પાકિસ્તાનના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ હસનત ખાનના પ્રેમમાં હતા. જેમિમાએ બીજો શું ખુલાસો કર્યો તે આગળ જાણીએ...

પાકિસ્તાનમાં ઘરસંસાર માંડવાની તૈયારી
લેડી ડાયના હસનત ખાનના ગળાડૂબ પ્રેમમાં પોતાનું બધું જ છોડવા માટે તૈયાર હતા. ડાયના લંડનને છોડીને પાકિસ્તાનમાં હસનત ખાન સાથે ઘરસંસાર માંડવાની તૈયારી કરી રહ્યા હતા. આ માટે તેમણે હસનત ખાનને અનેકવાર જણાવ્યું હતું.

બે વર્ષ ચાલ્યું હતું લવ અફેર
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને નેતા ઇમરાન ખાનના પૂર્વ પત્ની જેમિમા ખાનનું કહેવું છે કે ડાયના હસનત ખાનને અખૂટ પ્રેમ કરતા હતા. વર્ષ 1995થી 1997 દરમિયાન બે વર્ષ ચાલેલા તેમના પ્રેમ પ્રસંગ બાદ ડાયના હસનત ખાન સાથે રહેવા માંગતા હતા.

હસનત ખાનનો પરિવાર બન્યો વિલન
વેનિટી ફેર મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જેમિમા ખાને પ્રિન્સેસ ડાયનાના આ પ્રેમપ્રસંગનો ખુલાસો કર્યો હતો. જેમિમાએ જણાવ્યું કે ડાયના લગ્ન સંબંધિત વાતચીત કરવા હસનત ખાનના પરિવારને પાકિસ્તાનમાં મળ્યા હતા. જો કે હસનતનો પરિવાર અંગ્રેજી યુવતી સાથે લગ્નને લઇને રાજી ન હતો અને ડરતો હતો.

લેડી ડાયના ચિંતિત હતા
જેમિમાએ જણાવ્યું કે હસનત માનતા હતા તે લગ્ન એક હાસ્યાસ્પદ વિચાર છે. સામાન્ય જીવન જીવવા માટે તેમણે પાકિસ્તાન જવું પડશે. તેમણે આ વાત ડાયનાને પણ જણાવી હતી. લગ્ન અંગે હસનતના આ વિચારોથી ડાયના અત્યંત ચિંતિત હતા.

નવો સંબંધ બાંધવાનો નિર્ણય
આ લેખ અનુસાર ડાયનાને લાગ્યું કે તેમની પ્રેમ કહાની અંજામ સુધી પહોંચી શકશે નહીં. ત્યાર બાદ ડાયનાએ ધીરે ધીરે હસનત સાથેના સંબંધો ઘટાડી દીધા અને ડોડી અલ ફૈયદ સાથે સંબંધ જોડ્યો હતો.

પ્રિન્સેસ ડાયના અને હસનતના સંબંધો પર ફિલ્મ
ઉલ્લેખનીય છે કે ડાયના અને હસનતના પ્રેમ પ્રકરણ પર આધારિત એક ફિલ્મ પણ બની રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી નાઓમી વૉટ્સ પ્રિન્સેસ ડાયનાની ભૂમિકા ભજવી રહ્યા છે. જો કે હસનતે ફિલ્મકારને આ ફિલ્મ માટે કોઇ પણ સહયોગ આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે.
લેડી ડાયના હસનત ખાનના ગળાડૂબ પ્રેમમાં પોતાનું બધું જ છોડવા માટે તૈયાર હતા. ડાયના લંડનને છોડીને પાકિસ્તાનમાં હસનત ખાન સાથે ઘરસંસાર માંડવાની તૈયારી કરી રહ્યા હતા. આ માટે તેમણે હસનત ખાનને અનેકવાર જણાવ્યું હતું.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને નેતા ઇમરાન ખાનના પૂર્વ પત્ની જેમિમા ખાનનું કહેવું છે કે ડાયના હસનત ખાનને અખૂટ પ્રેમ કરતા હતા. વર્ષ 1995થી 1997 દરમિયાન બે વર્ષ ચાલેલા તેમના પ્રેમ પ્રસંગ બાદ ડાયના હસનત ખાન સાથે રહેવા માંગતા હતા.
વેનિટી ફેર મેગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જેમિમા ખાને પ્રિન્સેસ ડાયનાના આ પ્રેમપ્રસંગનો ખુલાસો કર્યો હતો. જેમિમાએ જણાવ્યું કે ડાયના લગ્ન સંબંધિત વાતચીત કરવા હસનત ખાનના પરિવારને પાકિસ્તાનમાં મળ્યા હતા. જો કે હસનતનો પરિવાર અંગ્રેજી યુવતી સાથે લગ્નને લઇને રાજી ન હતો અને ડરતો હતો.
જેમિમાએ જણાવ્યું કે હસનત માનતા હતા તે લગ્ન એક હાસ્યાસ્પદ વિચાર છે. સામાન્ય જીવન જીવવા માટે તેમણે પાકિસ્તાન જવું પડશે. તેમણે આ વાત ડાયનાને પણ જણાવી હતી. લગ્ન અંગે હસનતના આ વિચારોથી ડાયના અત્યંત ચિંતિત હતી.
આ લેખ અનુસાર ડાયનાને લાગ્યું કે તેમની પ્રેમ કહાની અંજામ સુધી પહોંચી શકશે નહીં. ત્યાર બાદ ડાયનાએ ધીરે ધીરે હસનત સાથેના સંબંધો ઘટાડી દીધા અને ડોડી અલ ફૈયદ સાથે સંબંધ જોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડાયના અને હસનતના પ્રેમ પ્રકરણ પર આધારિત એક ફિલ્મ પણ બની રહી છે. જો કે હસનતે ફિલ્મકારને આ ફિલ્મ માટે કોઇ પણ સહયોગ આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

Click it and Unblock the Notifications