For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કિર્ગિસ્તાનમાં સોનાની ખાણને લઇને થઇ બબાલ

|
Google Oneindia Gujarati News

goldmine
બિશ્કેક, 1 જૂનઃ કિર્ગિસ્તાનમાં કેનેડિયન કંપનીએ સ્વામિત્વવાળી સોનાની ખાણના રાષ્ટ્રીયકરણ કરવાની માગ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે હિંસક ઘર્ષણને ધ્યાનમાં રાખીને દજ્હેતી-ઓગિજસ્કી જિલ્લામાં રાષ્ટ્રપતિ શાસનની ઘોષણા કરી દેવામાં આવી છે અને શનિવારે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ અલ્માજબેક આતમબાયેવના ઉત્તરી ઇસ્સિક કુલ વિસ્તારના દજ્હેતી-ઓગિજસ્કી જિલ્લામાં ઇમરજન્સી લગાવવા માટે ગતકાલે ઘોષણાપત્ર પર સાઇન કરવામાં આવી. જિલ્લામાં 10 જૂન સુધી આપાતકાલ લાગૂ રહેશે. અહી પર સ્થિત ખાણની પાસે પ્રદર્શનકારીઓ જમા થયા હતા.

પ્રદર્શનકારીઓએ કેનેડાના ખનન સમૂહ સેંટેરા ગોલ્ડના સ્વામિત્વવાળી કુમતુર ખાણની પાવર સપ્લાય ઠપ કરી દીધો, ત્યારબાદ સુરક્ષા બળોએ 92 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી. તેનાથી હિંસા કાલ સવારે વધુ ભડકી અને હજારો સ્થાનિક લોકોએ પ્રદર્શનકરીઓને છોડાવવાની માગ કરતા માર્ચ કરવાનું શરૂ કરી દીધુ. સ્વાસ્થ્ય મંત્રાલયના નિવેદનમા જણાવ્યું કે હિંસક ઘર્ષણમાં સુરક્ષા બળો સહિત ઓછામાં ઓછી 55 લોકોને ઇજા પહોંચી છે.

English summary
Protests at Kyrgyzstan gold mine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X