ભારત સાબિત કરે કે હું આતંકવાદી છું: હાફિઝ સઇદ

સમાચાર પત્ર 'ડોન' અનુસાર સઇદે જણાવ્યું કે આપ(ભારત) લાંબા સમયથી મને આતંકવાદી કહી રહ્યા છો. પરંતુ હું કોઇ આતંકવાદી નથી, જો આપને વિશ્વાસ ના હોય તો આપ ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ વકિલો અને જજોનું એક સ્વતંત્ર તપાસપંચ બનાવવામાં આવે જે તપાસ કરે કે હું દોષી છું કે નહીં.
સઇદે જણાવ્યું કે પંચ જે પણ નિર્ણય આપશે, મને મંજૂર રહેશે. બુધવારે (14 ઑગસ્ટ)ના રોજ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે લાહોરમાં એક બેઠકમાં સઇદે આ વાત કહી. તેમણે પાકિસ્તાનમાંથી સઇદને સોપવાની ભારતની માંગને રદીયો આપી દીધો. સઇદે જણાવ્યું કે ભારત મારા માટે ઘણી રાહ જોઇને બેઠું છે પરંતુ આપ ચિંતા ના કરો, હું પોતે ભારત આવીશ.
સઇદે કહ્યું કે ભારત, પાકિસ્તાન પર તેને સોંપવા માટે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કરીને પ્રધાનમંત્રી નવાજ શરીફ પર દબાણ બનાવી રહ્યા છે. તેણે જણાવ્યું કે અમે ભારતની સાથે મિત્રતા કરવા માટે રાજી છીએ, પરંતુ પહેલા ભારત એલઓસી પર ગોળીબારી બંધ કરો, કાશ્મીરમાં લોકોને મારવાનું બંધ કરે, બલુચિસ્તાન મામલામાં હસ્તક્ષેપ બંધ કરે અને દર વર્ષે પાકિસ્તાનમાં પૂરનું પાણી છોડવાનું બંધ કરે.












Click it and Unblock the Notifications
