પુલવામાં હુમલોઃ પાકિસ્તાની મીડિયા શું કહી રહ્યુ છે

ભારત પ્રશાસિત કાશ્મીરમાં થયેલા આ હુમલાને પાકિસ્તાની છાપાઓએ મુખ્ય રીતે છાપ્યુ છે.

પાકિસ્તાને ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યુ કે ભારત અને ત્યાંના મીડિયા આવા આરોપ ન લગાવે. તેણે એ પણ કહ્યુ કે પુલવામાં જિલ્લામાં થયેલા કટ્ટરપંથી હુમલો 'ગંભીર ચિંતાનો વિષય છે.' પાકિસ્તાને આ હુમલા પર લખ્યુ છે, 'ભારત અધિકૃત કાશ્મીરના પુલવામામાં થયેલો હુમલો ચિંતાનો વિષય છે. અમે ઘાટીમાં હિંસાની ઘટનાઓની હંમેશા નિંદા કરી છે. આ સાથે અમે તપાસ કર્યા વિના ભારતીય મીડિયા અને સરકાર દ્વારા હુમલાની લિંક પાકિસ્તાન સાથે જોડવાના તમામ આક્ષેપોને ધરમૂળથી ફગાવી દઈએ છીએ.' જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર લેથપોરા પાસે કટ્ટરપંથીઓને આઈઈડી ધમાકો કરીને સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં 34 જવાન માર્યા ગયા અને ઘણા ઘાયલ છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં થયેલા આ હુમલાને પાકિસ્તાની છાપાઓએ મુખ્ય રીતે છાપ્યુ છે.

‘ધ નેશન'

‘ધ નેશન'

‘ધ નેશન'ની હેડલાઈન છે, "આઝાદીના લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં 44 સૈનિકોના મોત". વર્તમાનપત્ર લખે છે કે ભારત સરકારે આ ઘટનાને આતંકવાદનો રંગ આપવાની કોશિશ કરી છે અને દાવો કર્યો છે કે આની પાછળ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદ છે પરંતુ જૈશ એ મોહમ્મદે ભારતીય વિદેશ મંત્રાલયના આ નિવેદન પર ત્વરિત પોતાની પ્રતિક્રિયા આપી છે. વર્તમાનપત્ર મુજબ આ કટ્ટરપંથી સંગઠનના એક પ્રવકતાએ કહ્યુ કે ભારત આ ઘટના માટે કાશ્મીરી યુવાનોના બદલે જૈશ એ મોહમ્મદને જવાબદાર ગણાવી રહ્યુ છે. પ્રવકતાએ કહ્યુ કે, "જેઈએમને આની સાથે કંઈ લેવાદેવા નથી."

‘પાકિસ્તાન ઓબ્ઝર્વર'

‘પાકિસ્તાન ઓબ્ઝર્વર'

‘પાકિસ્તાન ઓબ્ઝર્વર'ની હેડલાઈન છે, "ભારત અધિકૃત કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં 44 ભારતીય સૈનિકોના મોત, ડઝનો ઘાયલ" વર્તમાનપત્ર લખે છે કે છેલ્લા બે વર્ષોમાં ભારતીય સુરક્ષાબળો પર આ સૌથી વધુ ઘાતક હુમલો છે. ધમાકો એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો.

‘પાકિસ્તાન ટુડે'

‘પાકિસ્તાન ટુડે'

‘પાકિસ્તાન ટુડે' મુજબ કટ્ટરપંથીઓએ ધમાકા માટે 350 કિલોગ્રામથી વધુ વિસ્ફોટકનો ઉપયોગ કર્યો હતો જેને એક કારમાં રાખવામાં આવ્યો હતો. વર્તમાનપત્ર એ પણ લખે છે કે જે બસને નિશાન બનાવવામાં આવી હતી તેમાં 39 જવાન સવાર હતા. બસ પર ગોળીઓના નિશાન હતા. આનાથી એ સંકેત મળે છે કે વિસ્ફોટ બાદ છૂપાયેલા કટ્ટરપંથીઓએ સુરક્ષાબળોના કાફલા પર ગોળીઓ પણ ચલાવી. વર્તમાનપત્ર લખે છે કે આ સદીમાં કાશ્મીરમાં આ સૌથી મોટો હુમલો છે. એક ઓક્ટોબર 2001ના રોજ ત્રણ કટ્ટરપંથીએએ વિસ્ફોટકોથઈ ભરેલી એક કારને શ્રીનગરના જમ્મુ કાશ્મીર વિધાનસભા પરિસરમાં ટકરાવી દીધી હતી - આ હુમલામાં 38 લોકોના મોત નીપજ્યા હતા.

સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર પણ પ્રતિક્રિયા

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર અમુક લોકો પુલવામા હુમલાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના એક રિટાયર્ડ જનરલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુલવામા હુમલા પર થયેલી ચર્ચા દરમિયાન તે કહે છે કે જમ્મુ કાશ્મીરમાં હજુ આત્મઘાતી હુમલાનો સમય શરૂ નથી થયો પરંતુ હવે શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઈએસઆઈ માટે કામ કરી ચૂકેલ આ જનરલ એ પણ કહે છે કે ત્યારબાદથી દુનિયા કાશ્મીર મુદ્દાને જાણી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X