Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેનેડામાં પંજાબી ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુક્ખાની ગોળી મારીને હત્યા, ખાલિસ્તાની આતંકીનો હતો રાઈટ હેન્ડ

Punjabi Gangster Sukha Duneke Shot Dead: ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુન્નેકેની કેનેડાના વિનીપેગમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, બુધવારે રાત્રે આંતરિક ગેંગ વૉરમાં તેની હત્યા કરવામાં આવી છે.

તે ખાલિસ્તાની આતંકી અર્શદીપ સિંહ દલ્લાની ગેંગનો સભ્ય હતો, જે કેનેડામાં ડ્રગ્સની હેરાફેરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. સુખા દુન્નેકે કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો હિસ્સો હતો.

Gangster Sukha Duneke

મળતી માહિતી મુજબ, ગેંગસ્ટર સુખા 2017માં નકલી દસ્તાવેજો પર ભારતથી કેનેડા ભાગી ગયો હતો અને તેની સામે સાત ગુનાહિત કેસ નોંધાયેલા છે. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુખા ખાલિસ્તાન તરફી દળોમાં જોડાયો હતો.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ કેનેડિયન ઈન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું હતું કે દેવીન્દર બંબીહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખાને અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી. સુખાની હત્યાની પેટર્ન પણ નિજ્જરની હત્યા જેવી જ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગેંગ વોરના કારણે સુખાની હત્યા કરવામાં આવી છે.

એચટીએ અપ્રમાણિત અહેવાલો પરથી લખ્યું છે કે કેનેડાના વિનીપેગમાં ગેંગસ્ટર સુખાની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન નિજ્જરને લગભગ 15 ગોળી વાગી હતી. કેનેડા ગયા પછી તરત જ ગેંગસ્ટર સુખાએ ભારતમાં પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂ કર્યું. ત્યાં તે આતંકવાદી અર્શ દલ્લાની નજીક આવ્યો હતો. તેણે રાજ્યમાં શસ્ત્રોની દાણચોરી અને ખંડણી શરૂ કરી હતી.

સુખા પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં દેવિન્દર બંબીહા ગેંગને મદદ અને ભંડોળ પૂરું પાડતો હતો. તે મોટાભાગે બળજબરી વસૂલી માટે કોલ કરતો હતો અને 'સુપારી' હત્યામાં સામેલ હતો.

ગયા વર્ષે 14 માર્ચે જલંધરના મલિયાન ગામમાં એક મેચ દરમિયાન સુખાએ પોતાના સહયોગીઓની મદદથી કબડ્ડી ખેલાડી સંદીપ સિંહ નંગલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પંજાબ અને પડોશી રાજ્યોમાં તેની સામે હત્યા અને અન્ય જઘન્ય ગુનાઓ માટે 20થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે.

તમને જણાવી દઈએ કે અગાઉ જૂન મહિનાની શરૂઆતમાં કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે.

નિજ્જરની કેનેડામાં અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. નિજ્જર કેનેડામાં રહેતો હતો અને 'શીખ ફોર જસ્ટિસ' સંસ્થા દ્વારા ભારતમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતો હતો. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. જો કે ભારતે આ આરોપોને ફગાવી દીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X