For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયાએ દુનિયાની કોઈ જગ્યાને ટાર્ગેટ કરી શકે તેવી મિસાઈલ બનાવી

રશિયા પાસે દુનિયાની કોઈ જગ્યાને ટાર્ગેટ કરી શકે તેવી સુપરસોનિક મિસાઈલ છે. આ દાવો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘ્વારા કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રશિયા પાસે દુનિયાની કોઈ જગ્યાને ટાર્ગેટ કરી શકે તેવી સુપરસોનિક મિસાઈલ છે. આ દાવો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘ્વારા કરવામાં આવ્યો છે. પુતિન ઘ્વારા જણાવવામાં આવ્યું કે રુસી સેના પાસે દુનિયાની કોઈ જગ્યાથી નિશાનો લેવાની ક્ષમતા ધરાવતી મિસાઈલ છે. તેમને આગળ જણાવ્યું કે રશિયાએ એવી સુપરસોનિક મિસાઈલ બનાવી છે જેને એન્ટી મિસાઈલ સિસ્ટમ પણ પકડી નહીં શકે. પુતિને ગુરુવારે ફેડરર એસેમ્બલીને સંબોધીને આ વાત કહી. રશિયાએ સુપરસોનિક મિસાઈલનો વીડિયો પણ જાહેર કર્યો.

vladimir putin

પુતિને દેશના આંતરિક મુદ્દાઓથી લઈને રક્ષા, વેપાર અને વિશ્વના મુદ્દાને પોતાના ભાષણમાં ઉઠાવ્યા. તેમને જણાવ્યું કે સીરિયામાં સેનાનું ઓપેરશન તેમની ક્ષમતાઓને પ્રદર્શિત કરે છે. પુતિને જણાવ્યું કે હવે આખી દુનિયા રશિયાના આધુનિક હથિયારોથી પરિચિત છે. તેમને જણાવ્યું કે રુસી સેનાએ છેલ્લા 6 વર્ષમાં લગભગ 300 નવા ઉપકરણો શામિલ કર્યા છે. પુતિને જણાવ્યું કે હવે રશિયા નવા હથિયારોના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.

રશિયાના રાષ્ટ્રપતિએ દુનિયાને સંદેશ આપતા જણાવ્યું કે જો રશિયા અથવા તો તેમના સહયોગીઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો પરમાણુ હુમલો થાય છે તો મોસ્કો તેને પોતાના પર થયેલી પરમાણુ હુમલો માનશે. જેના પર તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે. થોડા દિવસ પહેલા જ રશિયા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમેરિકા ઈરાન પરમાણુ સમજૂતીથી હટીને મોટી ભૂલ કરી રહ્યું છે. તેઓ આ મહત્વપૂર્ણ સમજૂતીને ટકાવી રાખવા માટે પુરી કોશિશ કરશે.

રશિયાના ઉપ-વિદેશમંત્રી સરગેઇ રયાબકોવ ઘ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીની આલોચના કરવામાં આવી હતી. તેમને કહ્યું હતું કે અમેરિકા હાલમાં ઈરાન પર પરમાણુ પ્રતિબંધ નહીં લગાવે. પરંતુ સમજૂતીમાં બદલાવ કરવામાં આવ્યો તો તેઓ તેનાથી અલગ થઇ જશે.

English summary
Putin Said russia has developed new generation unstoppable nuclear weapons
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X