બ્રેસ્ટમાં બોમ્બ સંતાડીને હુમલાનું કાવતરું, હિથ્રો એરપોર્ટ નિશાના પર
લંડન, 18 ઓગષ્ટ: લંડનના હીથ્રો એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવી દીધુ છે. બ્રિટીશ અધિકારીઓને ડર છે કે મહીલા સુસાઇડ બોમ્બર્સ પોતાના બ્રેસ્ટમાં બોમ્બ છુપાવીને વિસ્ફોટ કરી શકે છે. બ્રિટીશ નિષ્ણાંતોની કહેવા પ્રમાણે એવા પુરાવા હાથ લાગ્યા છે કે અલ-કાયદા આવી મહીલા સુસાઇડ બોમ્બર્સને તૈયાર કરી રહ્યુ છે.
એક બ્રીટીશ સમાચારપત્રના જ્ણાવ્યા અનુસાર બ્રેસ્ટમાં પ્લાન્ટ કરેલા આ બોમ્બમાં એક ખાસ પ્રકારનું પ્રવાહી મેળવવામાં આવે તો વિસ્ફોટ થઇ શકે છે અને આ વિસ્ફોટ એટલો ભયાનક હોય શકે છે કે આખુ વિમાન તબાહ થઈ શકે છે.
હીથ્રો એરપોર્ટના સ્ટાફે ડેઇલી મિરરને જણાવ્યું હતું કે, 'આ ડર સ્વાભાવિક છે, અમને આદેશ મળ્યા છે કે કેટલીક મહીલા સુસાઇડ બોમ્બર્સ બ્રેસ્ટમાં બોમ્બ પ્લાન્ટ છુપાવીને હુમલો કરી શકે છે'.

સ્ટાફ મેમ્બરે જણાવ્યું હતું કે, 'અમારા માટે આ એક મોટી સમસ્યા છે. પરંતુ અમે હાઇ એલર્ટ પર છીએ. રજાનો સમયગાળો હોવાથી પ્રવાસીઓની ભી઼ડ વધારે રહે છે.' સુરક્ષા અધીકારીઓના જણાવ્યા અનુસાર અલ-કાયદાનો બોમ્બ એક્સપર્ટ માસ્ટર માઇન્ડ ઇબ્રાહિમ અલ-અસીરીએ શરીરની અંદર બોમ્બ છુપાવવાનું આ કાવતરું રચ્યું છે. કેમેસ્ટ્રીના આ વિદ્યાર્થી ઇબ્રાહિમ અલ-અસીરીને ટાઇમ મેગેઝીને તેની બોમ્બ બનાવવાની આ ક્ષમતાને કારણે 'દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી ઠેરાવ્યો હતો.'
સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે અસીરીએ એવા બોમ્બ તૈયાર કર્યા છે કે જેને સુરક્ષા ચેકીંગ દરમિયાન ચકાસી પણ ના શકાય. આ પહેલાં પણ આવી ઘણી ઘટનામાં અસીરીનું નામ બહાર આવ્યું છે.












Click it and Unblock the Notifications
