For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને ઘેરવા માટે ટોક્યોમાં Quad દેશોની બેઠક થઈ રહી છે, એસ જયશંકર પણ હાજર

ચીનને ઘેરવા માટે ટોક્યોમાં Quad દેશોની બેઠક થઈ રહી છે, એસ જયશંકર પણ હાજર

|
Google Oneindia Gujarati News

ટોક્યોઃ ચીનને ઘેરવા માટે બનેલ ક્વાડ સમૂહ (Quad Group)ના ચાર દેશોના વિદેશ મંત્રીઓની બેઠક જાપાનની રાજધાની ટોક્યોમાં થઈ રહી છે. બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર, અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મૈરિસ પેન અને જાપાની વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી સામેલ છે. બેઠકનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ચીનની આક્રમક થઈ રહેલી ગતિવિધિઓ વિરુદ્ધ રણનીતિ તૈયાર કરવી છે.

s jayshankar

બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, આ સંતોષની વાત છે કે ઈન્ડો પેસિફિક અવધારણાને તેજીથી વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ મળી છે. જેમાં પાછલા વર્ષે પૂર્વી એશિયાઈ દેશોની બેઠકમાં હિન્દી પ્રશાંત મહાસાગર ક્ષેત્રને લઈ કરવામાં આવેલ પહેલ પર ઘણા વિવાદ સાથે વિકાસ જોવા મળી રહ્યો છે.

આ ચારેય દેશોમાં અગાઉ પણ સંબંધ મજબૂત રહ્યા છે પરંતુ ચીનની વધતી ગતિવિધિઓએ તેને એકબીજાની નજીક લાવ્યા છે. જુલાઈ 2019 બાદ આ પહેલો અવસર છે જ્યારે અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિયો કોઈ પૂર્વી એશિયાઈ દેશના પ્રવાસ પર પહોંચ્યા. જો કે આ દરમ્યાન પોમ્પિયોને મંગોલિયા અને દક્ષિણ કોરિયાના પ્રવાસે પણ જવાનું હતું પરંતુ ટ્રમ્પની બીમારીને પગલે હવે તેઓ માત્ર આ મીટિંગ માટે જ આવ્યા છે. તેમના બીજા પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યા છે. જેનાથી આ બેઠકની ખાસિયતનો અંદાજો લગાવી શકાય છે.

હાથરસઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યોગી સરકારે જણાવી અંતિમ સંસ્કારથી લઈને હુલ્લડ સુધીની વાતહાથરસઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યોગી સરકારે જણાવી અંતિમ સંસ્કારથી લઈને હુલ્લડ સુધીની વાત

આ બેઠક પહેલાં જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ તમામ બેઠક માટે પહોંચેલા મંત્રીઓ સાથે વાતચીત કરી. આ દરમ્યાન સુગાએ વિશેષ ભાગીદારીના દ્વિપક્ષીય અને વૈશ્વિક માપદંડોને લઈને પણ ચર્ચા કરી. ક્વા સમૂહનો વિચાર જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેએ આપ્યો હતો. આબેએ થોડા સમય પહેલા જ સ્વાસ્થ્ય કારણોને પગલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

English summary
Quad countries are meeting in Tokyo, S Jaishankar is also present
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X