મહારાણી એલિઝાબેથ આજે અંતિમ સંસ્કાર, કિંગ ચાર્લ્સે શ્રદ્ધાંજલિ આપવા આવેલા વૈશ્વિક નેતાઓનુ કર્યુ સ્વાગત
મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા રવિવારે કિંગ ચાર્લ્સ ત્રીજાએ બકિંગહામ પેલેસમાં વિશ્વ નેતાઓનુ સ્વાગત કર્યુ હતુ. આ પ્રસંગે ત્યાં હાજર યુએસ પ્રમુખ જો બાઈડેને પણ સ્વર્ગસ્થ રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન જો બાઈડેન તેમની પત્ની જીલ બાઈડેન સાથે લંડનના વેસ્ટમિંસ્ટર હૉલમાં બ્રિટિશ ધ્વજથી લપેટાયેલી શબપેટી તરફની ગેલેરીમાં ઉભા રહ્યા અને તેમણે ક્રોસ કર્યુ અને તેમના હૃદય પર હાથ મૂક્યો.

યુએસ પ્રમુખ બાઈડેને જણાવ્યુ હતુ કે 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષની વયે અવસાન પામેલા રાણીએ 70 વર્ષ સુધી 'સેવાની કલ્પના'નું અનોખુ ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે રાણી એલિઝાબેથ દ્વિતીયએ તેમને તેમની માતાની યાદ અપાવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને બકિંગહામ પેલેસ જતા પહેલા આ ટિપ્પણી કરી હતી.
શોક ગ્રંથ પર હસ્તાક્ષર કર્યા પછી બાઈડેને કહ્યુ, 'ઇંગ્લેન્ડના તમામ લોકો, યુનાઇટેડ કિંગડમના તમામ લોકો, હવે આપણા બધાથી આપણુ હૃદય અલગ થઈ રહ્યુ છે, તમે નસીબદાર છો કે તમે 70 વર્ષથી તેમના સાનિધ્યમાં છો, આપણે સહુએ એમનો પ્રેમ મેળવ્યો કારણકે તેમના માટે દુનિયા વધુ સારી હતી.' ત્યારબાદ યુએસ પ્રમુખ બકિંગહામ પેલેસ ગયા, જ્યાં કિંગ ચાર્લ્સે રાણીના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જાપાનના સમ્રાટ નરુહિતોથી લઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સુધીના ડઝનેક નેતાઓનુ સ્વાગત કર્યુ.












Click it and Unblock the Notifications
