દુબઇમાં તાજ અરબિયાના નામે બની રહી છે તાજ મહેલની રેપ્લિકા

સીટીસ્કેપ ગ્લોબર 2012ની ઇવેન્ટમાં કંપનીએ કહ્યું છે કે, તાજ અરબિયા લીલોછમ બગીચો હશે જે મુઘલકાળના બગીચાઓને મળતાં આવશે. આ ઇમારતમાં હાઉસ એપાર્ટમેન્ટ, શોપિંગ મોલ અને લગ્ન સામગ્રી વેંચતી દૂકાનો બનાવવામાં આવશે. તેમજ આ પ્રોજેક્ટને 'ધ વર્લ્ડ ઇન અ સિટી નામ આપવામાં આવ્યું છે.'
આશા છે કે આ ઇમારતનો સમાવેશ પણ વિશ્વની કેટલીક ઐતિહાસિક ઇમારતમાં કરવામાં આવશે. જેવી કે, પિરમીડ, બેબીલોનના હેન્ગિંગ ગાર્ડન્સ, એફિલ ટાવર, તાજ મહેલ, ચીનની દીવાલ, લીનિંગ ટાવર ઓફ પિસા. કંપનીને આશા છે કે આ બિલ્ડિંગ લગ્નપ્રંસગો માટે દુબઇમાં રહેતા ભારતીયોને આકર્ષી શકશે.












Click it and Unblock the Notifications
