For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિકેન વચ્ચે રિપોર્ટિંગ કરતી મહિલા પત્રકારે માઇકને પહેરાવ્યો કોન્ડોમ, જાણો કારણ

સોશિયલ મીડિયા પર અવારનવાર ટીવી રિપોર્ટર અને એંકરના અજીબ વીડિયો વાયરલ થતા રહે છે. આ વચ્ચે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક અમેરિકન પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ફ્લોરિડા, 29 સપ્ટેમ્બર : સોશિયલ મીડિયા પર અવારનવાર ટીવી રિપોર્ટર અને એંકરના અજીબ વીડિયો વાયરલ થતા રહે છે. આ વચ્ચે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક અમેરિકન પત્રકારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

વરસાદમાં પોતાના માઇકને પાણીથી બચાવવા માટે મહિલા રિપોર્ટરે એવી વસ્તુનો ઉપયોગ કર્યો કે, લોકોએ મોઢામાં આંગળીઓ નાંખી દીધી હતી. આ મહિલા પત્રકારે તેના માઇને કોન્ડમ પહેરાવી દીધું હતું, જેથી તેને પાણીને કારણે કોઇ નુકસાન ન પહોંચે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઘણા વિસ્તારોમાં હરિકેન કાળો કહેર વર્તાવી રહ્યું છે.

માઇકને પહેરાવ્યું કોન્ડમ

માઇકને પહેરાવ્યું કોન્ડમ

ડેઇલી સ્ટાર વેબસાઇટે પ્રકાશિત કરેલા અહેવાલ મુજબ એનબીસી ચેનલની રિપોર્ટર કાયલા ગેલર ફ્લોરિડામાં આવેલા વિનાશક હરિકેનનીરિપોર્ટિંગ કરી રહી હતી.

આ દરમિયાન કાયલાને વરસાદમાં ભિંજાવું પડી રહ્યું હતું, આ વચ્ચે તેને પોતાના કિંમતી માઇકને બચાવવા માટેઅનોખી રીત અપનાવી હતી. તેણે પોતાના માઇકને કોન્ડોમ પહેરાવી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આવું કરવાનું કાયલાએ આપ્યું આ કારણ

આવું કરવાનું કાયલાએ આપ્યું આ કારણ

હરિકેનમાં રિપોર્ટિંગ દરમિયાય માઇક પર કોન્ડોમ પહેરાવેલું જોઇને લોકો ચોંકી ગયા હતા. લોકો હવે પૂછી રહ્યા છે કે, શું રિપોર્ટર કાયલાએ ખરેખર માઇક પર કોન્ડોમ લગ્યાવ્યું હતું.

હવે પોતાની ઇસ્ટા સ્ટોરી પર એક નાનો વીડિયો શેર કરીને આ ઘટના અંગેની સચ્ચાઇ બતવી હતી. કાયલાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો મને સોશિયલ મીડિયા પર લોકો મને પૂછી રહ્યા છે કે, મારા માઇક પર શું લગાવ્યું છે. આ એજ છે જે તમે વિચારી રહ્યા છો, આ કોન્ડમ છે.

વીડિયો થયો વાયરલ

વીડિયો થયો વાયરલ

કાયલાએ જણાવ્યું હતું કે, અમે આ માઇકને પલળવા ન દઇ શકીએ, જો માઇક પલળી જાય તો અમે રિપોર્ટિંગ કરી શકતા નથી. તેથી મારે આવું કરવું પડ્યું હતું.

આ હરિકેન દરમિયાન વરસાદ પડી રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક ડાળી ઉડીને તેના પર પડે છે, જે બાદ રિપોર્ટર અંદર જઇને રિપોર્ટિંગ કરવાનો નિર્ણય કરે છે.

હરિકેને મચાવી તબાહી

ઉલ્લેખનીય છે કે, હરિકેનના કારણે ફ્લોરિડાનો વીજળી પુરવઠો ઠપ છે. સમાચાર એજન્સી એપીના અહેવાલ અનુસાર, ફ્લોરિડાના ભગભગ દરેક ઘરમાં વીજળી પૂરવઠો ખોરવાઇ ગયો છે. ઉલ્લેખીય છે કે, હરિકેનને કારણે વીજળી ટ્રાન્સફોર્મન્સ ખાખ થઇ ગયા છે.

English summary
Reporter amid hurricane Mike covering by condom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X