For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ ડિબેટમાં ઓબામા પર ભારે પડ્યા રોમની

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

barack obama romney
વોશિંગ્ટન, 4 ઑક્ટોબર: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રથમ ડિબેટમાં બરાક ઓબામા અને રિપબ્લિકન પ્રતિદ્રંદ્રી મિટ રોમની વચ્ચે ઇકોનોમી, ટેક્સ, નોકરીઓ, સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા ઘરેલૂ નિતીઓને લઇને જોરદાર ચર્ચા થઇ હતી. ડેનવરમાં થયેલી ડિબેટમાં ઓબામા અને રોમનીએ દેશવાસીઓ સમક્ષ મુસદ્દો રજૂ કર્યો કે જો તેમને તક આપવામાં આવે તો તે આગામી ચાર વર્ષોમાં દેશને કઇ દિશામાં લઇ જશે.

અમેરિકામાં 1960થી ડિબેટ રાષ્ટ્રપતિ ચૂંટણીનો મુખ્ય ભાગ છે. આનાથી જનતાને એ નક્કી કરવાની તક મળે છે કે દેશ માટે કોણ યોગ્ય રાષ્ટ્રપતિ સાબિત થઇ શકે છે. પરંપરા અનુસાર બંને ઉમેદવારો વચ્ચે 6 નવેમ્બરની ચૂંટણી પહેલાં બંને વચ્ચે ટીવી પર ચર્ચા થશે. પ્રથમ ચર્ચામાં ઘરેલુ મુદ્દા ભારે પડ્યા હતા તો બીજી ચર્ચા વિદેશ નિતી પર કરવામાં આવશે.

બંને વચ્ચે ચાલેલી 90 મિનિટની ચર્ચા બાદ સીએનએ-ઓઆરસી તરફથી જાહેર કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રોમની વોટર્સને 67 ટકા લોકોએ સમર્થન આપ્યું છે જ્યારે ઓબામાને 25 ટકા લોકોએ સાથ આપ્યો છે.

બીબીસીના જણાવ્યા મુજબ મિટ રોમની થોડી વધી તૈયારીઓ સાથે આવ્યા હતા અને આત્મવિશ્વાસથી ભરપૂર હતા. ચર્ચા દરમિયાન રોમની આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા જ્યારે રાષ્ટ્રપતિ ઓબામા થોડા વ્યાકુળ અવસ્થામાં જોવા મળતા હતા. ચર્ચા દરમિયાન તે વારંવાર મોડરેટ કરી રહેલા જિમ લેહરર પાસે પોતાની વાત પુરી કરવા માટે સમય માંગતા નજરે પડતા હતા.

સર્વેના પરિણામથી રોમનીનો ચૂંટણી અભિયાન સંભાળતી ટીમનો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. રાષ્ટ્રીય સ્તર પર થયેલા બધા સર્વેક્ષણોમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

રાષ્ટ્રપતિ ઓબામા પર નિશાન સાંધતાં રોમનીએ કહ્યું હતું કે 'અમેરિકાને લઇને હું ચિંતિત છું. ગત ચાર વર્ષોમાં અમેરિકાને જે દિશામાં જઇ જવાયું છે તેના કારણે હું ચિંતિતિ છું. હું જાણું છું કે અમારા બંને વચ્ચેની ચૂંટણી કરતાં આ મોટો મુદ્દો છે. આ મુદ્દો અમારી પાર્ટીઓ કરતાં મોટો છે. આ ચૂંટણી એ અંગે છે કે તમે તમારા અને તમારા બાળકો માટે કેવું અમેરિકા ઇચ્છો છો.' તેમણે કહ્યું હતું કે અમેરિકા તેમના માટે અલગ-અલગ રસ્ત પ્રસ્તુત કરે છે અને બંનેની દિશાઓ અલગ છે.

રોમનીએ કહ્યું હતું કે 'આજે આપણા લોકો દુખી છે અને હું તેમના માટે ચૂંટણી લડી રહ્યો છું. આ સ્થિતી આપણી આવનારી પેઢીઓને નુકશાન પહોંચાડી શકે છે. આજે પશ્વિમ એશિયામાં શું થઇ રહ્યું છે? આખી દુનિયાનો ઘટનાક્રમ ચિંતાનો વિષય છે.

રોમનીએ કહ્યું હતું કે રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને અમેરિકાને પ્રેમ કર છે પરંતુ વોશિંગ્ટનમાં એક નેતૃત્વની જરૂર છે જે લોકોને સાથે લઇને ચાલે. મેં પહેલાં પણ કર્યું છે અને ફરીથી પણ કરીશ.

ઓબામાએ રોમનીને જવાબ આપતાં કહ્યું હતું કે તે પોતાના દેશની જનતા માટે લડાઇ ચાલુ રાખશે. ' તમે જાણો છો કે ચાર વર્ષ પહેલાં મેં કહ્યું હતું કે હું સંપૂર્ણ વ્યક્તિ નથી અને સંપૂર્ણ રાષ્ટ્રપતિ બનીશ નહી. કદાચ આ અંગે ગવર્નર રોમની પણ માને છે. પરંતુ મેં એ પણ વાયદો કર્યો હતો કે અમેરિકાની જનતા તરફથી હું લડતો રહીશ. આ લડાઇ આગળ પણ ચાલુ રહેશે.

બંને નેતાઓ વચ્ચે 16 ઑક્ટોબરના રોજ ન્યૂયોર્ક અને 22 ઑક્ટોબરના રોજ ફ્લોરીડામાં ડિબેટ યોજાશે.

English summary
The first high-stakes debate between President Barack Obama and Republican challenger Mitt Romney has once again brought to focus the struggling US economy and its impact across the globe on Wednesday, Oct 3.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X