For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૉયલ બેબીનો જન્મ અને 'અમેરિકાની મોટી ભૂલ'

|
Google Oneindia Gujarati News

લંડન, 24 જુલાઇ : બ્રિટિશના રાજ પરિવારમાં શાહી પરિવારમાં બાળકના જન્મના સમાચાર આપતા સમયે અમેરિકાના મીડિયા હાઉસોએ એક મોટી ભૂલ કરી દીધી છે. અમેરિકાના ટીવી નેટવર્કોએ આ બાબતને 'રૉયલ બેબીનો જન્મ' નહીં પણ 'ઇંગ્લેન્ડના નવા રાજાનું આગમન' તરીકે રજૂ કરી હતી. જે એક ભૂલ છે. આ સાથે તેઓ બ્રિટન (યુનાઇટેડ કિંગડમ)ના બાકીના હિસ્સા અંગે પણ ભૂલી ગયા હતા.

અમેરિકન મીડિયા ભૂલી ગયું હતું કે સ્કૉટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ પણ બ્રિટનનો જ હિસ્સો છે. અમેરિકન બ્રૉડકાસ્ટિંગ સેવાએ પોતાના અહેવાલોમાં આ વિસ્તારના લોકોને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કર્યા હતા.

royal-baby-boy

વાસ્તવિકતા એ છે કે 18મી સદીના વિલિયમ તૃતીય બાદ ઇંગ્લેન્ડના કોઇ રાજા થયા નથી. જ્યાં સુધી ગ્રેટ બ્રિટન સલામત છે ત્યાં સુધી કોઇ થશે પણ નહીં. આ અંગે કિંગ્સ કોલેજ લંડનમાં સંવિધાનના પ્રોફેસર પૉબર્ટ બ્લેકબર્ને જણાવ્યું કે "મહારાણીના ગૃહ દેશનું રાજકીય રાજ્ય યુનાઇટેડ કિંગડમ (ગ્રેટ બ્રિટન) છે, ઇંગ્લેન્ડ નહીં. ઇંગ્લેન્ડ પણ સ્કૉટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડની જેમ ગ્રેટ બ્રિટનનો જ એક વિસ્તાર છે."

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ નોર્ધન આયર્લેન્ડનું ટૂંકુ સ્વરૂપ 'યુનાઇટેડ કિંગડમ' અથવા 'યુકે' તરીકે ઓળખાય છે.

English summary
Royal child birth and "America's mistake''
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X