કેટના ટોપલેસ ફોટો છાપવા મુદ્દે રૉયલ કપલે મેગેઝિન સામે કેસ ફાઇલ કર્યો

Kat Middleton - Prince William
લંડન : ફ્રેન્ચ મેગેઝિન ક્લોસર સામે ડચીસ ઑફ કેમ્બ્રિજ કેટ મિડલટનના પ્રિન્સ વિલિયમ સાથે સનબાથ લેતા ટોપલેસ પિક્ચર્સ છાપવા બદલ બ્રિટનના રૉયલ કપલે શુક્રવારે દક્ષિણ ફ્રાન્સમાં કેસ દાખલ કર્યો છે.

સેલિબ્રિટિની જાણી-અજાણી વાતો અને ચર્ચાઓ રજૂ કરતા સાપ્તાહિત સામાયિક ક્લોઝરે રૉયલ કપલની પ્રાઇવસીને જાહેર કરતા 12 ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતા. આ ટોપલેસ પિક્ચરસમાં કેટ મિડલટન બિકિનિ ટોપને દૂર કરી સૂર્યસ્નાન કરતી, કેટલાક પિક્ચર્સમાં બિકિનિ બોટમને દૂર કરી પ્રિન્સ વિલિયમ દ્વારા કેટ મિડલટનને થાપા પર સન ક્રીમ લગાવી આપતા ટોપલેસ પિક્સર્સ 'ઓહ માય ગોડ' મથાળા હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

એપ્રિલમાં યોજાયેલા રૉયલ કપલના લગ્ન બાદ વિશ્વભરમાં તેમના ફેન ઉભા થયા છે. આથી જ્યારે તેઓ 19મી સદીની હન્ટિંગ લોજની બાલ્કનીમાં સૂર્યસ્નાન લઇ રહ્યા હતા ત્યારે પાપારાઝીઓનું ધ્યાન ખેંચાયું હતું.

વર્તમાનમાં રૉયલ કપલ દક્ષિણપૂર્વ એશિયાના પ્રવાસે છે. આ દરમિયાન પ્રસિધ્ધ થયેલા પિક્ચર્સ અંગે બ્રિટનના રૉયલ ફેમિલિએ જણાવ્યું છે કે તેમણે કેટ મિડલટન અને પ્રિન્સ વિલિયમના ટોપલેસ પિક્ચર્સ પ્રકાશિત કરવા બદલ ફ્રેન્ચ મેગેઝિન ક્લોઝર સામે કેસ નોંધાવ્યો ફ્રાન્સમાં છે. સેન્ટ જેમ્સ પેલેસ દ્વારા શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 'રૉયલ કપલની પ્રાઇવસીમાં ભંગ કરવા બદલ ફ્રાન્સમાં મેગેઝિન સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X