રશિયાએ માનવતાના આધારે યુક્રેનમાં આજ માટે સીઝફાયરનુ કર્યુ એલાન

રશિયાએ માનવતાના આધારે આજે યુક્રેનમાં સીઝફાયરનુ એલાન કર્યુ છે.

મૉસ્કોઃ રશિયાએ માનવતાના આધારે આજે યુક્રેનમાં સીઝફાયરનુ એલાન કર્યુ છે. જેનાથી અહીં ફસાયેલા સામાન્ય નાગરિક બહાર નીકળી શકે. મીડિયા રિપોર્ટ મુજબ રશિયાએ સાઈલેન્સ મોડ ઘોષિત કરી દીધો છે અને તે માનવતાના આધારે કીવ સહિત ઘણા શહેરોમાં કોરિડોર પૂરો પાડવા માટે તૈયાર છે. આ એલાન એવા સમયે આવ્યુ છે જ્યારે યુક્રેન અને રશિયા બંનેએ એકબીજા પર કોરિડોરમાં અડચણ નાખવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાનુ કહેવુ છે કે અમે ચર્નિહીવ, સૂમી, ખારકીવ, મારિયોપોલ, જેપોરિજિયામાં કોરિડોર પૂરો પાડવા માટે તૈયાર છે.

ukraine

માનવાધિકાર કોઑર્ડિનેશન સેન્ટરના પ્રમુખ મિખેલ મિજિન્ટસેવે કહ્યુ કે રશિયાએ એક વાર ફરીથી યુક્રેનના પ્રસ્તાવ આપ્યો છે કે તે સામાન્ય નાગરિકોને બહાર નીકળવાના રસ્તા પર રાજી થાય. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ નિવેદનને તત્કાલ પ્રભાવથી યુક્રેનના સંજ્ઞાનમાં લાવવામાં આવી રહ્યુ છે કે 9 માર્ચે રાતે 3 વાગ્યાથી માનવતાના આધારે સામાન્ય નાગરિકોને બહાર નીકળવા માટે કોરિડોર પૂરો પાડવામાં આવે, આના માટે લેખિત સ્વીકૃતિ પણ આપવામાં આવે, જેમાં સુરક્ષાની પણ ગેરેન્ટી હોય.

આ પહેલા મંગળવારે સામાન્ય નાગરિકોને બહાર કાઢવાનુ કામ કરવામાં આવ્યુ. મુખ્ય રીતે સૂમીમાં લોકોને બહાર કાઢવાનુ અભિયાન ચલાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત કીવમાં પણ જે લોકો ફસાયા છે તેમને બહાર કાઢવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સૂમી શહેરમાં ભારતના ઘણા નાગરિકો ફસાયેલા હતા જેમને બહાર કાઢવા માટે ભારતે યુએનમાં પણ અપીલ કરી હતી. ભારતે યુએનમાં કહ્યુ હતુ કે બંને પક્ષોને આના માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ આનો કોઈ ઉકેલ નીકળી શક્યો નહોતો. જે બાદ રશિયાએ બુધવાર માટે સીઝફાયરનુ એલાન કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X