રશિયાએ કરી યુક્રેન સામે યુદ્ધની જાહેરાત, રાજધાની કિવમાં બોમ્બમારો શરૂ
યુક્રેન સાથે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે.
મોસ્કો : યુક્રેન સાથે ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઔપચારિક રીતે લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ રશિયન ઓપરેશનમાં હસ્તક્ષેપ કરનારાઓ સામે જવાબી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. તે જ સમયે આ જાહેરાત બાદ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પુતિનને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી છે. યુએનએ જણાવ્યું છે કે, રશિયાએ તેના સૈનિકોને હુમલા કરતા અટકાવવા જોઈએ.

રાજધાની કિવમાં વિસ્ફોટો શરૂ થયા
ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર રશિયાના યુદ્ધની ઘોષણા બાદ યુક્રેનની રાજધાની કિવમાં વિસ્ફોટના અહેવાલો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુંકહેવું છે કે, યુક્રેન રેડ લાઇન પાર કરી ગયું છે.

રશિયાએ યુક્રેનના 2 વિસ્તારોને અલગ કર્યા
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ યથાવત છે. આ અંગે યુરોપ સહિત પશ્ચિમી દેશોએ બંને દેશોને વાતચીતના સ્તરેથી ઉકેલશોધવા કહ્યું હતું.
જે દરમિયાન રશિયાએ યુક્રેનના બે પ્રદેશોને અલગ દેશ તરીકે માન્યતા આપી હતી. આ પછી અમેરિકા અને યુરોપ સહિત અન્ય દેશોએ રશિયા પરઘણા પ્રતિબંધો લગાવ્યા છે.

રશિયાએ કહ્યું - કબ્જાનો કોઈ ઈરાદો નથી
પ્રતિબંધો છતાં રશિયાએ આજે યુદ્ધની જાહેરાત કરી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર રાષ્ટ્રપતિ પુતિને ઔપચારિક રીતે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. આવીસ્થિતિમાં આખી દુનિયા થંભી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ બંધ કરવા કહ્યું છે. આ સાથે જ પુતિનનું કહેવું છે કે, યુક્રેન પર કબ્જો કરવાનો કોઈ ઈરાદો નથી.

યુક્રેન આર્મી શરણાગતિ સ્વીકારે
તે જ સમયે, રશિયાના યુદ્ધની ઘોષણા પછી, રાષ્ટ્રપતિ પુતિન કહે છે કે, યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવું જોઈએ અને ઘરે જવું જોઈએ. આ સાથે જ નાટો દેશોનેલઈને પુતિને કહ્યું છે કે, અમે તમામ પ્રકારના પરિણામો માટે તૈયાર છીએ. જો કોઈ ઓપરેશનમાં દખલ કરે છે, તો તેમણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
|
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું વિનાશકારી
રશિયાએ યુક્રેન પર હુમલાની જાહેરાત કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે, વિશ્વની પ્રાર્થના યુક્રેનના લોકો સાથે છે, જેમને રશિયન સૈન્ય દળો દ્વારાબિનજરૂરી હુમલાનો ભોગ બનવું પડ્યું છે. રાષ્ટ્રપતિ પુતિને પૂર્વ આયોજિત યુદ્ધ પસંદ કર્યું છે, જે વિનાશક સાબિત થશે.

ભારતે કરી શાંતિની અપીલ
રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા બાદ ભારતે શાંતિની અપીલ કરી છે. ભારતનું કહેવું છે કે, બંને દેશોએ વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ.












Click it and Unblock the Notifications
