રશિયા અને યુક્રેન વચ્ચે આજે ફરીથી શરુ થશે શાંતિ મંત્રણા
રશિયા અને યુક્રેન વચ્ચે આજે એક વાર ફરીથી યુદ્ધ વિરામ અને શાંતિ સમજૂતીને લઈને વાતચીત થશે.
મૉસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે આજે એક વાર ફરીથી યુદ્ધ વિરામ અને શાંતિ સમજૂતીને લઈને વાતચીત થશે. યુક્રેન સામે યુદ્ધ વચ્ચે આજે એકવાર ફરીથી બંને દેશોના પ્રતિનિધિ સામ-સામે બેસીને શાંતિની સ્થાપના પર ચર્ચા કરશે અને પોતાની શરતોને સામે રાખશે. નોંધનીય વાત છે કે હાલમાં જ રશિયાની સેનાએ કહ્યુ હતુ કે તે હવે પૂર્વ યુક્રેન પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે રશિયા યુક્રેનને લઈને પોતાની મહત્વાકાંક્ષા હજુ વધારી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે રશિયાએ યુક્રેન પર ગયા મહિને 22 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો જે બાદથી અત્યાર સુધી હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે. લગભગ 40 લાખ યુક્રેનના નાગરિકો બેઘર થઈ ગયા છે અને મજબૂરીમાં તેમને પોતાનો દેશ છોડીને બીજા દેશમાં શરણ લેવી પડી છે. ક્રેમલિનના પ્રવકતા દિમિત્રી પેસ્કોવે હાલમાં જ કહ્યુ હતુ કે જો રશિયા પર અસ્તિત્વનુ જોખમ આવશે તો તે પોતાના દેશની રક્ષા માટે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. યુક્રેન તરફથી સોમવારે કહેવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા 5000 લોકો રશિયાના હુમલામાં મારિયાપોલમાં માર્યા ગયા છે.












Click it and Unblock the Notifications
