For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મીડિયાની મદદથી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા તૈયાર રશિયા

ભારતમાં આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તો કેટલાક રાજ્યમાં લોકસભા ચૂંટણી થવાની છે. પરંતુ આ પહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા એક્સપર્ટ તરફથી ચેતવણી આવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં આ વર્ષે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે તો કેટલાક રાજ્યમાં લોકસભા ચૂંટણી થવાની છે. પરંતુ આ પહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા એક્સપર્ટ તરફથી ચેતવણી આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રશિયા આ ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ કરી શકે છે. એક્સપર્ટે અમેરિકી સાંસદો સામે આ વાત કહી છે અને એ પણ જણાવ્યુ કે માત્ર ભારતમાં નહિ પરંતુ બ્રાઝિલની ચૂંટણીમાં પણ રશિયા ગરબડ કરવા માટે તૈયાર છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર રશિયા મીડિયા દ્વારા આ દેશોમાં આવનારી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરશે.

ખતરનાક થઈ શકે છે પરિસ્થિતિ

ખતરનાક થઈ શકે છે પરિસ્થિતિ

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઈન્ટરનેટ ઈન્સ્ટીટ્યુટ અને બેલિયોલ કોલેજના પ્રોફેસર ફિલીપ એન હોવાર્ડ તરફથી આ દાવા કરવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશી પ્રભાવથી જોડાયેલી સેનેટની ઈન્ટેલીજન્સ કમિટી તરફથી થઈ રહેલી સુનાવણીમાં આ વાત કહી છે. હોવાર્ડે પોતાના દાવા અંગે વિસ્તારથી કંઈ કહ્યુ નથી. હોવાર્ડના જણાવ્યા અનુસાર ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં પરિસ્થિતિ વધુ ખતરનાક થઈ શકે છે કારણકે આ દેશોના મીડિયા અમેરિકી મીડિયાની જેમ પ્રોફેશનલ નથી.

હંગેરીનું ઉદાહરણ આપતા કહી વાત

હંગેરીનું ઉદાહરણ આપતા કહી વાત

સેનેટર સુસેન કોલિંસના એક સવાલના જવાબમાં હોવાર્ડે આ વાત કહી છે. તેમણે ભારત અને બ્રાઝિલની ચૂંટણીઓમાં મીડિયા દ્વારા હસ્તક્ષેપની સંભાવનાનો ઉલ્લેખ કર્યો. જો કે આ વિશે વધુ જણાવ્યુ નથી. આ પહેલા કોલિંસે હંગેરીની મીડિયામાં આ પ્રકારના હસ્તક્ષેપના કેટલાક ઉદાહરણ આપ્યા. હોવાર્ડે કહ્યુ કે દુનિયામાં સૌથી વધુ પ્રોફેશનલ મીડિયા અમેરિકામાં છે. તેમણે કહ્યુ, ‘હું કહી શકુ કે આપણા લોકતાંત્રિક સહયોગી દેશોમાં વધુ ચિંતાઓ હોઈ શકે છે. મારુ માનવુ છે કે રશિયા આપણને નિશાન બનાવતા આગળ વધીને બ્રાઝિલ, ભારત જેવા અન્ય લોકતંત્રોને નિશાન બનાવી શકે છે જ્યાં આવતા કેટલાક વર્ષોમાં ચૂંટણી થવાની છે.'

રશિયાએ કર્યો હતો અમેરિકી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ

રશિયાએ કર્યો હતો અમેરિકી ચૂંટણીઓમાં હસ્તક્ષેપ

હોવાર્ડની માનીએ તો તે ઘણી મહત્વપૂર્ણ રશિયાઈ ગતિવિધિઓને જોઈ રહ્યા છે. એટલા માટે તે દેશોની મીડિયા સંસ્થાઓને શીખવા અને વિકસિત થવાની જરૂર છે. સેનેટ કમિટીએ 2016 ની રશિયા ચૂંટણીમાં રશિયા હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરતા સોશિયલ મીડિયા મંચો પર વિદેશી પ્રભાવ પર સુનાવણી કરી. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2017 ની આકારણીમાં અમેરિકી ખુફિયા એજન્સી એ નિષ્કર્ષ પર પહોંચી હતી કે રશિયાએ 2016 ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો. સેનેટ કમિટીએ અમેરિકી ચૂંટણીમાં થયેલા હસ્તક્ષેપ પર જ ચર્ચા કરી રહી હતી.

English summary
Russia will target elections in India Oxford expert tells US lawmakers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X