મોતને માતઃ 16 ગોળી લાગ્યા પછી પણ રહ્યો જીવીત

ઇનવેસ્ટિગેટિવ કમિટિના પ્રવક્તા નાતલ્યા કુનિત્સકાયાએ જણાવ્યું કે આ વ્યક્તિ પર કાલાસનિકોવ રાઇફલે એક અજ્ઞાત હુમલાખોરે ગુરુવારે સાંજે તેમના પર એ સમયે ગોળીબાર કર્યો હતો જ્યારે તે શહેરના જેરજિનસ્ક જિલ્લામાં પોતાની ટોયોટા કાર ચલાવી રહ્યાં હતા.
તેમણે કહ્યું કે, પીડિતને 16 ગોળીઓ વાગી હતી, મોટાભાગની ગોળી શરીરના ડાબા ભાગે વાગી હતી. ઘટના બાદ તેમના મિત્ર તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેમનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
