Russian jet crashes : રશિયન આર્મીનું વિમાન ક્રેશ, 75 લોકોના મોત
રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયન આર્મીનું વિમાન ક્રેશ થયુ હોવાના અહેવાલ છે. સમાચારો અનુસાર, આ ઘટનામાં 75 લોકોના મોત થયા છે.
65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું IL-76 લશ્કરી પરિવહન વિમાન યુક્રેનની સરહદ નજીક પશ્ચિમ બેલ્ગોરોડ ક્ષેત્રમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં તમામ લોકોના મોત થયા છે.

આરઆઈએ-નોવોસ્ટી ન્યૂઝ એજન્સીએ એક અહેવાલમાં રશિયન સંરક્ષણ મંત્રાલયના હવાલાથી જણાવ્યુ છે કે, વિમાનમાં 65 પકડાયેલા યુક્રેનિયન સૈન્ય સૈનિકો હતા જેમને વિનિમય માટે બેલગોરોડ પ્રદેશમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત વિમાનમાં છ ક્રૂ સભ્યો ત્રણ એસ્કોર્ટ પણ સામેલ હતા.
રશિયાના સંરક્ષણ મંત્રાલય અનુસાર, 65 પકડાયેલા યુક્રેનિયન સૈનિકો કેદીઓની અદલાબદલી માટે બેલગોરોડ પ્રદેશ તરફ જતા વિમાનમાં સવાર હતા. પ્લેનમાં અન્ય નવ લોકો સવાર હતા, જેમાં છ ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે.
રશિયન સમય અનુસા, લગભગ સવારે 11.00 વાગ્યે બેલ્ગોરોડ ક્ષેત્રમાં નિર્ધારિત ફ્લાઇટ દરમિયાન Il-76 પ્લેન ક્રેશ થયું. બેલ્ગોરોડના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લેડકોવે અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
🇷🇺🚨UPDATE-;--Russian military plane crashes in Belgorod region.
— EUROPE CENTRAL (@europecentrral) January 24, 2024
Russian government says plane which crashed near Belgorod was carrying 74 people, including 65 Ukrainian prisoners#Russia #Planecrash #Belgorod #Russianmilitaryplane #BREAKING_NEWS #RussianPlane pic.twitter.com/jC7BRVLLRV
તેમણે કહ્યું કે, લશ્કરી વિમાનની દુર્ઘટના પ્રાદેશિક રાજધાનીના ઉત્તર-પૂર્વમાં કોરોચાન્સકી જિલ્લામાં થઈ છે. એક તપાસ ટીમ અને ઈમરજન્સી સેવાઓ સ્થળ પર કામ કરી રહી છે. ગ્લાડકોવે ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, મેં મારું કામનું શેડ્યૂલ બદલ્યું છે અને ઘટનાસ્થળે જઈ રહ્યો છું.












Click it and Unblock the Notifications
