For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોના કરતાં 40 ગણા મોંઘા ભાવે વેંચાઇ રહ્યાં છે ઉલ્કાપિંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

russian-meteor
મોસ્કો, 20 ફેબ્રુઆરી: રૂસના મોસ્કોમાં પડેલા ઉલ્કાપિંડની કિંમત સોના કરતાં પણ વધારે છે. ઉલ્કાપિંડના ટુકડાની કિંમત અહીંના બજારમાં પ્રતિગ્રામ 2200 ડોલર બતાવવામાં આવે છે જે સોનાની કિંમર કરતાં 40 ગણી વધારે છે. ઉલ્કાપિંડના ટુકડાની કિંમતે આસપાસના વિસ્તારોમાં રહેનારાઓની ઉંઘ હરામ કરી દિધી છે. દરેક માણસ ઉલ્કાપિંડને શોધવાની ફિરાકમાં લાગી ગયો છે.

લોકોના ટોળાઓ ઉલ્કાપિંડના ટુકડા શોધવામાં લાગી ગયાં છે. ગત 15 ફેબ્રુઆરીએ અહીં ઉલ્કાપિંડ એક સળગતા ગોળા સ્વરૂપે પડ્યો હતો. જેનાથી લગભગ 1100 લોકો ઘાયલ થયા હતા અને લગભગ 4000 ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા.

આ દરમિયાન રૂસની રાજધાની માસ્કોથી 1500 કિલોમીટર પૂર્વ ચેલિયાબિંસ્ક વિસ્તારમાં 15 ફેબ્રુઆરીએ પડેલા ઉલ્કાપિંડના અવશેષ શોધવા નીકળી પડ્યા છે. રૂસી વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ઉલ્કાપિંડના 53 ટુકડા શોધી કાઢ્યા છે. આ પહેલાં રૂસના ઇમરજન્સી મંત્રાલયના કેટલાક મરજીવા એક ચેબારકુલ તળાવમાં ઉલ્કાપિંડ શોધવા ગયા હતા પરંતુ તળાવમાં શોધ કર્યા બાદ પણ તેમને અવશેષોની જાણ થઇ ન હતી.

English summary
A meteor that exploded over Russia's Ural Mountains and sent fireballs blazing to Earth has set off a rush to find fragments of the space rock which hunters hope could fetch thousands of dollars apiece.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X