રશિયાના રાષ્ટ્રપતિએ ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન આપ્યા, જાણો પીએમ મોદી સાથે શું વાતચીત થઈ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. આ વાતચીત દરમિયાન પુતિને ભારતને ચંદ્રયાનની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

પુતિન અને પીએમ મોદી વચ્ચેની વાતચીત દરમિન પુતિને પીએમ મોદીને કહ્યું કે તે આવતા મહિને નવી દિલ્હીમાં યોજાનારી જી-20 સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શકશે નહીં.

Vladimir Putin

પુતિને જણાવ્યુ કે, વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ દેશનું પ્રતિનિધિત્વ કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વાતચીત દરમિયાન PM મોદીએ ભારતની G20 અધ્યક્ષતા હેઠળ પહેલો પ્રત્યે સતત સમર્થન આપવા બદલ રશિયાનો આભાર માન્યો.

આ નિવેદન અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ સહિત પરસ્પર ચિંતાના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.

વાતચીત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફરી એકવાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ભારતીય સ્પેસ સ્ટેશન ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. ક્રેમલિને અવકાશ સંશોધનમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિકસાવવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી અને બંને નેતાઓએ પણ સંમતિ દર્શાવી કે તેઓ સંપર્કમાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X