પુતિને તોડ્યો પત્ની સાથેનો 30 વર્ષનો નાતો, આપ્યા છૂટાછેડા

પુતિને રોસ્સિઆ-24 ટીવી પર કહ્યું કે, આ અમારો સંયુક્ત નિર્ણય છે. લયુડમિલાએ કહ્યું કે, ખરેખર અમારું લગ્નજીવન ખતમ થઇ ગયુ છે, કારણ કે અમે વ્યવહારિક રીતે એક બીજાને ક્યારેય મળતા નહોતા.
પુતિનનું અંગત જીવન અંગે સતત અફવાઓ સાંભળવા મળી રહી હતી, પરંતુ મુખ્ય ધારાના રશિયન મીડિયામાં હજુ સુધી આ ચર્ચા જોવા મળી નહોતી. નોંધનીય છેકે લયુડમિલાએ પોતાના પતિની લાંબી રાજકિય કારકિર્દીમાં સાર્વજનિક રીતે બહુ ઓછો સમય જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે માસ્કોમાં એક સમાચાર પત્રએ વર્ષ 2008માં સમાચાર આપ્યા હતા કે, પુતિન ટૂંક સમયમાં ઓલિમ્પિક જિમનાસ્ટ સાંસદ એલિના કબાયેવા સાથે લગ્ન કરવાના છે. આ અહેવાલનું ખંડન કરવામાં આવ્યું અને તેના થોડા સમય બાદ પ્રકાશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
