For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના હોય, અહીં ચાર વાર થાય છે સૂર્યોદય!

By Super
|
Google Oneindia Gujarati News

sun rise plenet
લંડન, 16 ઑક્ટોબરઃ અંતરિક્ષ વિજ્ઞાનમાં રસ ધરાવનારાના બે વૈજ્ઞાનિકોએ એક એવા ગ્રહની શોધ કરી છે, જ્યાં એક, બે નહીં પણ ચાર વાર થાય છે સૂર્ય ઉપસ્થિત છે. જેમાં બે સૂર્ય ગ્રહની કક્ષામાં છે અને બે સૂર્ય આ ગ્રહની આસપાસ પરીભ્રમણ કરે છે. આ ગ્રહ પૃથ્વીથી 5 હજાર પ્રકાશ વર્ષ દૂર છે અને એવું માનવામા આવી રહ્યું છે કે તેનો આકાર પૃથ્વી કરતા છ ગણો મોટો છે.

શોધકર્તા વૈજ્ઞાનિકોના મત અનુસાર, હાલ એ વાત સ્પષ્ટ થઇ શકી નથી કે ચાર સૂર્ય ઉપસ્થિત હોવા છતાં આ ગ્રહનું ગુરુત્વાકર્ષણ પ્રભાવિત કેમ થતું નથી.

વૈજ્ઞાનિકોએ પ્લેનેટહંટર્સ વેબસાઇટી મદદથી આ ગ્રહની શોધ કરી છે. ત્યારાદ કેક પ્રયોગશાળાના વૈજ્ઞાનિકોએ આ શોધને આગળ ધપાવી.

આ ગ્રહને પીએચ1 નામ આપવામાં આવ્યું છે. ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા ક્રિસ લિનટોટના કહેવાનુસાર, આ ગ્રહ પર ઉપસ્થિત સૂર્ય રૂપી ચાર તારાઓ તેના ગુરુત્વાકર્ષણને ઘણું જ જટીલ બનાવે છે, તેમ છતાં પણ આ ગ્રહ અને આ ગ્રહ અને તેના સૂર્ય અરની કક્ષામાં ચક્કર લગાવી રહ્યાં છે.

વૈજ્ઞાનિકોના મતે આ શોધ એકરીતે વિભિન્ન છે અને તેની જટીલ પ્રક્રિયાને જોઇને ઘણું જ આશ્ચર્ય છે.

લિનટોનના જણાવ્યા પ્રમાણે તારાઓ અને ગ્રહોની શોધમાં લાગેલા કોમ્પ્યુટર આ ગ્ર અંગે કોઇ જાણકારી આપી શક્યા નહીં. જે એ વાતનો સંકેત આપે છે કે આવા ઘણા ગ્રહો હોઇ શકે છે કે વૈજ્ઞાનિકો કે પછી રૂચી ધરાવતા શોધકર્તાઓએ આગળ આવવું પડશે.

જે વેબસાઇટ થકી આ ગ્રહની શોધ કરવામાં આવી છે તે ઘણા શોખિન વૈજ્ઞાનિકો માટે બ્રહ્માંડ સંબંધિત પોતાની જાણકારી અને તારાઓની શોધની હુનર અજમાવવાનો રસ્તો છે.

English summary
A team of amateur astronomers has discovered a new planet, six times the size of Earth and surrounded by four suns in a first-of-its-kind phenomenon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X