For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજ્ઞાનીઓને ચંદ્ર પર પ્રથમવાર 280 જેટલા ખાડા શોધ્યા

|
Google Oneindia Gujarati News

moon
મેલબોર્ન, 20 જૂન : ઓસ્ટ્રેલિયામાં વિજ્ઞાનીઓના એક સમૂહે ચંદ્રની સપાટી પર 280 જેટલા ખાડાઓ હોવાનું શોધી કાઢ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિજ્ઞાનીઓએ ગુરુત્વાકર્ષણના આંકડાઓ અને સ્થાલાકૃતિક તસવીરોની મદદથી આ માહિતી પ્રાપ્ત કરી છે.

સમાચાર એજન્સી ઇએફઇને ટાંકીને એબીસી ન્યુઝે મંગળવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે પર્થમાં કાર્ટિન યુનિવર્સિટીના સંશોધકોએ એક ઉચ્ચકોટિનો નકશો તૈયાર કર્યો છે. જેની મદદથી ચંદ્રમાની સપાટી પર રહેલા ખાડાઓની માહિતી મેળવી હતી. આ પહેલા ચંદ્ર પર રહેલા ખાડાઓ વિશેની માહિતી કોઇની પાસે ન હતી.

શરૂઆતમાં આ યોજનાની પરિકલ્પના પૃથ્વીની સપાટીની તસવીરો ઉતાર્યા બાદ બહાર આવેલા દ્રશ્યને આધારે તૈયાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો પ્રયોગ ચંદ્ર અને મંગળ ગ્રહના અભ્યાસ કરવામાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંશોધકોના સમૂહે મંગળના ગુરુત્વાકર્ષી નકશા પર પણ કામ હાથ ધર્યું છે. જેથી મંગળની આંતરિક સંરચનાનો ખ્યાલ આવી શકે.

English summary
Scientists found 280 hidden craters on Moon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X