For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃત્યુંના ત્રણ હજાર વર્ષ બાદ સીટી-સ્કેન

By Super
|
Google Oneindia Gujarati News

egyptian-mummy
આમ તો ત્રણ હજાર વર્ષ ઘણા કહેવાય છે, પરંતુ પ્રાચિન મિશ્રના લોકોનું જીવન કેવુ હતુ, એ જાણવાના માટે એક મમીના સીટી સ્કેન અને એક્સ રે કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ હજાર વર્ષ જૂનું છે.

પર્થ મ્યૂઝિયમના ક્યૂરેટરોએ નિર્ણય કર્યો છે કે તે મિશ્રના જૂના મમીને સીટી સ્કેન અને એક્સરે માટે મોકલશે. માનચેનસ્ટર યુનિવર્સિટી અને માન્ચેસ્ટર હોસ્પિટલની તપાસથી તેમને આશાઓ છે કે આ મમીના જીવન અને મૃત્યું અંગે વધારે જાણકારી મેળવી શકાશે.

એવું વિચારવામાં આવે છે કે મમી કોઇ રાજકુમારી અને પુજારણ હોઇ શકે છે. સંભાવના એ વાતની પણ છે કે તે થીબ્સના પ્રાચીન શહેર સાથે સંબંધ ધરાવે છે. આ મમી પહેલા અલ્લોઆ મ્યુઝિયમ પાસે હતુ પરંતુ બંધ થઇ જવાના કારણે પર્થના સંગ્રહાલયને દાન કરી દેવામાં આવ્યું હતું. પર્થના મમીને લઇને આ પહેલીવાર કોઇ તપાસ કરવામાં આવી રહી છે.

જો કે, આ પહેલા પર્થ મ્યુઝિયમને પ્રાચિન મિશ્રના લોકો માટે પવિત્ર માનવામાં આવતી એક ચિડિયાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ મેડિકલ તપાસની પાછળ એક કારણ એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે, માનવો અને જાનવરોના ઉપલબ્ધ મમીઓનું એક આંતરરાષ્ટ્રીય ડેટાબેસ તૈયાર કરી શકાય. તપાસના પરિણામથી વૈજ્ઞાનિકોને પ્રાચીન મિશ્રના લોકોને ખાન-પાન અંગે પહેલાથી અધિક જાણકારી મળી છે.

સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે તેમણે કઇ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડ્યો હતો, તાજેતરમાં જ માન્ચેસ્ટરે પોતાના સંગ્રહમાં રાખેલા મમીઓનો પણ સ્કેન કરવામાં આવ્યો હતો. આ તપાસથી જાણવા મળ્યું છે કે, તેમાથી ઘણા લોકોને લોહીની કમીની સમસ્યા હતી, ઘણા લોકોને દાંતની બીમારી હતી.

સંભવતઃ આ બાલુ ભરેલી બ્રેડ ખાવાથી થઇ હતી. ઘણીવાર તો તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે મમીના શરીર પર લપેટવામાં આવેલી પટ્ટીઓમાં ધાતુના તાવીજ રાખવામાં આવી હતી. માનવામાં આવે છે કે, મોત બાદ તેમની રક્ષા માટે તેમણે આ પહેરાવવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના સેન્ટર ફોર બાયોમેડિકલ ઇજિપ્ટોલોજીની ડોક્ટર લિડિજા મેકનાઇટ કહે છે કે, સૌથી મહત્વનો સવાલ એ છે કે તેમની અંદર શું ખરેખર કોઇ શરીર છે. સંભવતઃ કારણ કે તમે પટ્ટીઓની બહાર નીકળતા હાંડકા અને પગ જોઇ શકો છો. તે વ્યસ્ક હતા કે કિશોર અને શું એ વ્યક્તિને કોઇ બિમારી કે પછી ઇજા પહોંચી હતી.

English summary
Curators at Perth's museum are sending a 3,000 year old Egyptian mummy for CT scans and X rays.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X