સુપરસ્ટાર શાહરૂખની ફરી લોસ એન્જલસ એરપોર્ટ પર થઇ અટકાયત
અમેરિકાના લોસ એન્જલસ પર ફરી એક વાર બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને સુરક્ષા કારણોથી રોકવામાં આવ્યો છે. જે અંગે માહિતી ખુદ શાહરૂખ ખાને ટ્વિટર દ્વારા આપી હતી. શાહરૂખ ખાને કહ્યું કે તે સમજી શકે છે દુનિયામાં હાલ જે રીતે તમામ વસ્તુઓ થઇ રહી છે તે જોતા સુરક્ષા અંગે સાવચેતી રાખવી જોઇએ પણ દર વખતે લોસ એન્જલસ એરપોર્ટ પર જ તેમની સાથે આવું કેમ થાય છે તે તેમને સમજાતું નથી!

જો કે તે બાદ અન્ય એક ટ્વિટમાં ફરી તેમણે તેમના મજાકિયા અંદાજમાં કહ્યું કે આ અટક દરમિયાન તેમને એક ફાયદો જરૂરથી થયો તે પોકિમોન પકડી શક્યા.
નોંધનીય છે કે 2012માં પણ શાહરૂખ ખાનને અમેરિકાના એરપોર્ટમાં તેમની સરનેમ "ખાન" હોવાના કારણે અટકાવવામાં આવ્યા હતા. જે બાદ તે આ ધટનાને લઇને દુખી થયા હતા. ત્યારે ફરી એક વાર તેમની સાથે શુક્રવાર સાંજે અમેરિકાના એરપોર્ટ પર આવું બન્યું છે.












Click it and Unblock the Notifications
