બાંગ્લાદેશ છોડ્યા બાદ પહેલી વખત શેખ હસીનાનું નિવેદન સામે આવ્યુ, જાણો શું કહ્યુ?
ભારે વિરોધ વચ્ચે બાંગ્લાદેશ છોડીને ભારત ભાગી આવેલી પુર્વ વડાપ્રધાન શેખ હસીનાનું નિવેદન સામે આવ્યુ છે. આ નિવેદનમાં શેખ હસીનાએ પોતાનો પક્ષ રાખ્યો છે.
બાંગ્લાદેશ છોડતા પહેલાનું તેમનું છેલ્લું ભાષણ અગાઉ જાહેર કરવામાં આવ્યું ન હતું તેને હવે જારી કરવામાં આવ્યુ છે. આ સંબોધનમાં તેમણે વિરોધીઓ સાથે સીધી વાત કરવાનો હેતુ રાખ્યો હોવાની વાત કરી છે.

શેખ હસીનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેમણે અમેરિકા પર બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે, મેં રાજીનામું એટલા માટે આપ્યું કે મારે લાશોના ઢગલા ન જોવા પડે.
શેખ હસીનાએ કહ્યું કે, તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો પર સત્તામાં માંગતા હતા, પરંતુ મેં એવું થવા ન દીધું. મેં પદ પરથી રાજીનામું આપ્યું. તેમનો સંદેશ વધુ હિંસા રોકવા માટે પદ છોડવાના તેમના નિર્ણયને પ્રતિબિંબિત કરે છે.
શેખ હસીનાએ તેમના ભાષણમાં દાવો કર્યો છે કે જો તેમણે સેન્ટ માર્ટિન ટાપુની સાર્વભૌમત્વ યુએસને સોંપી દીધી હોત અને બંગાળની ખાડીમાં તેના વર્ચસ્વને મંજૂરી આપી હોત તો તેઓ સત્તામાં રહી શક્યા હોત.
શેખ હસીના તેમના દેશવાસીઓને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરવા વિનંતી કરી. કહ્યું કે, હું મારા દેશના લોકોને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરવા વિનંતી કરું છું.
શેખ હસીનાએ પોતાના સંદેશમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા અને કહ્યું કે, ત્યાં હાજર રહેલા મારા સ્ટાફ હિંમત હારશે નહીં. અવામી લીગ વારંવાર ઉભી થઈ છે. તમે તે કરી બતાવ્યું છે. નિરાશ ન થાઓ. હું ટૂંક સમયમાં પાછી આવીશ. ઈન્શાઅલ્લાહ.












Click it and Unblock the Notifications
