અમેરિકાના શિકાગોમાં સ્કૂલ પાસે ગોળીબાર, 2 છાત્રોના ગોળી વાગવાથી મોત, 2 ઘાયલ
અમેરિકાના શિકાગોમાં એક હાઈસ્કૂલ પાસે ગોળીબારમાં 2 વિદ્યાર્થીઓના મોત થયા છે અને 2 ઘાયલ થયા છે.
Chicago school Shooting: અમેરિકામાં શૂટિંગની એક પછી એક શૂટિંગની ઘટનાઓ બની રહી છે. હથિયારો માટે કડક કાયદો બન્યા પછી પણ લોકો ખુલ્લેઆમ ગોળીબાર કરી રહ્યા છે. શિકાગોમાં એક સ્કૂલ પાસે કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં બે છાત્રોના મોત થઈ ગયા છે અને 2 ઘાયલ થઈ ગયા છે.

શિકાગોના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે શિકાગોની વેસ્ટ સાઇડમાં એક હાઇસ્કૂલ નજીક શુક્રવારે બપોરે ગોળીબારમાં બે વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા અને અન્ય બે કિશોરો ઘાયલ થયા હતા. શિકાગો ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે બેનિટો જુઆરેઝ હાઈસ્કૂલ પાસે ગોળીબારની આ ઘટના બની. જેમાં 16 વર્ષના ચાર બાળકોને ગોળી વાગી હતી, જેમાંથી બેના મોત થયા હતા.
શિકાગોના પોલીસ અધિક્ષક ડેવિડ બ્રાઉને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, પીડિતોમાંથી બેના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.પોલીસ પ્રવક્તા ટોમ અહર્ને જણાવ્યુ હતુ કે ચારે વિદ્યાર્થીઓને શાળાની બહાર ગોળી મારવામાં આવી હતી. શુક્રવારે બપોરે 3 વાગ્યા પહેલા જ પોલીસ અને પેરામેડિક્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ વિદ્યાર્થીઓને હસ્પિટલમાં દાખલ કર્યા હતા.
અમેરિકામાં સતત ગોળીબારની ઘટનાઓથી લોકો ખૂબ જ ચિંતિત છે. દર મહિને ફાયરિંગમાં અનેક લોકોના મોત થાય છે. ભૂતકાળમાં પણ ગે-નાઇટ ક્લબની બહાર ગોળીબારમાં ઘણા લોકોના મોત થયા હતા.વળી, ફાયરિંગની આ ઘટના પછી શાળા તરફથી કહેવામાં આવ્યુ છે કે વિદ્યાર્થીઓ માટે શોક સભાનુ આયોજન કરવામાં આવ્યુ છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અધિકારીઓ સાથે કામ કરવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
