સોનિયાને સમન: અમેરિકન કોર્ટે શીખ સંસ્થાની અપીલ સ્વીકારી
ન્યૂયોર્ક, 10 સપ્ટેમ્બર : અમેરિકાની શીખ સંસ્થા શીખ ફોર જસ્ટીસના કથિત રીતે કોર્ટ પાસેથી એ અધિકાર મેળવ્યો છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીની પ્રમુખ સોનિયા ગાંધીને વ્યક્તિગત રીતે કોર્ટનું સમન આપે. ફિલહાલ સોનિયા ગાંધી ન્યૂયોર્કમાં પોતાની સારવાર અર્થે દાખલ છે.
અરજીકર્તાના વકીલનું કહેવું છે કે કોર્ટે જણાવ્યું કે સોનિયા ગાંધીને તેમના હોસ્પિટલના સ્ટાફ અથવા સુરક્ષા વ્યવસ્થામાં ફાળવેલા અધિકારીઓ દ્વારા કોર્ટ કોર્ટનું સમન ફટકારવામાં આવે.

ન્યૂયોર્કની 'યુએસ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક કોર્ટ' તરફથી આ સમન જારી કરવામાં આવ્યું છે. 'શિખ ફોર જસ્ટીસ' તથા રમખાણો માટે બે પીડિતોએ કોર્ટની સામે અરજી દાખલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી તથા દેશના તમામ શહેરોમાં રમખાણો ભડકી ઉઠ્યા હતા, જેમાં હજારો શીખોની હત્યા કરાઇ દેવામાં આવી હતી, અને સંપત્તિને લૂંટી લેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
