પાકિસ્તાનમાં પરિસ્થિતિ કંટ્રોલની બહાર, પ્રદર્શનકારીઓ કરી રહ્યાં છે ગોળીબાર, પંજાબમાં આર્મી તૈનાત
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. તાજેતરના અહેવાલો અનુસાર, પોલીસ પ્રશાસન પરિસ્થિતિને સંભાળવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે પંજાબ પ્રાંતમાં સેના તૈનાત કરવામાં આવી છે.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા અનુસાર, પંજાબ સરકારે ચિંતાજનક સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સેનાની સેવાઓ માંગી છે. જે બાદ પંબજમાં સેના તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા સંઘીય આંતરિક મંત્રાલયને વિનંતી મોકલવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી.

પંજાબના ગૃહ વિભાગે બંધારણની કલમ 245 હેઠળ સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સેનાના જવાનોને તૈનાત કરવા માટે વિનંતી મોકલી હતી, ત્યારબાદ હવે પંજાબમાં સેનાના જવાનોની તૈનાતી શરૂ થઈ ગઈ છે.
પંજાબ સરકારે કહ્યું છે કે પંજાબમાં સેના તૈનાત કરવાનો નિર્ણય પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે લેવામાં આવ્યો છે. મંગળવારે ઇસ્લામાબાદમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની નાટકીય ધરપકડ બાદ, દેશભરના કેટલાક શહેરોમાં મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનો થતાં પરિસ્થિતિને નિયંત્રણની બહાર તરીકે વર્ણવવામાં આવી રહી છે.
પાકિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિરોધીઓ ફાયરિંગ કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં પ્રદર્શનકારીઓ ગોળીઓ ચલાવતા જોવા મળી રહ્યા છે, જે બાદ એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે વિરોધીઓ પાસે બંદૂકો કેવી રીતે આવી?
Firing by protestors with heavy weapons near Balahisar Fort, aerial firing towards the fort itself which is the headquarters of the Frontier Corps —North. A police officials vehicle was also burnt a few paces from this location. #Peshawar pic.twitter.com/obVOEQ3VNt
— Iftikhar Firdous (@IftikharFirdous) May 10, 2023
કેટલાક શહેરોમાં, પીટીઆઈના કાર્યકરો, સમર્થકો અને નેતાઓએ ટાયર સળગાવ્યા અને લશ્કરી સ્થાપનો સહિત જાહેર અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર ધરપકડના વિરોધમાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ફરી શરૂ થયા છે.
દરમિયાન, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ (આઈએચસી)ના પરિસરમાંથી ધરપકડ કર્યા પછી, સરકારી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે દેશની સશસ્ત્ર દળોને રાજકીય નેતાઓની ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી.
જિયો ન્યૂઝ અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી) એ મંગળવારે ખાનની કાયદા હેઠળ ધરપકડ કરી હતી, જેનો પાકિસ્તાન આર્મી સાથે કોઈ સંબંધ નથી.
મંગળવારે પીટીઆઈ ચીફની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જેના માટે ઈમરાન ખાને પાકિસ્તાની સેના પર આરોપ લગાવ્યો છે. ઇમરાન ખાનના સમર્થકો સતત પાકિસ્તાની સેનાના કાર્યાલયોને નિશાન બનાવી રહ્યા છે. લાહોરમાં કોર્પ્સ કમાન્ડરનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે, જ્યારે વડાપ્રધાન શાહબાઝ શરીફના ઘરને પણ પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી છે.
ઈમરાન સમર્થકોએ પાકિસ્તાનના ઘણા શહેરોમાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે અને પોલીસ ચોકીઓને આગ લગાવી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીટીઆઈના કેટલાક નેતાઓ સતત લોકોને હિંસા તરફ ઉશ્કેરી રહ્યા છે.
Jio ન્યુઝ અનુસાર અધિકારીએ કહ્યું છે કે "આ પ્રકારના કૃત્યને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં અને તેની સાથે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે."












Click it and Unblock the Notifications
