તો આ કારણોએ લિઝ ટ્રસ પાસેથી વડાપ્રધાન પદ છીનવ્યુ!

બ્રિટનના પુર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના રાજીનામાં બાદ બ્રિટનની રાજનીતિમાં સતત ઉથલ પાથલ જોવા મળી રહ્યા છે.

લંડન : બ્રિટનના પુર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનના રાજીનામાં બાદ બ્રિટનની રાજનીતિમાં સતત ઉથલ પાથલ જોવા મળી રહ્યા છે. પહેલા લિઝ ટ્રસ અને ઋષિ સુનક વચ્ચે વડાપ્રધાન પદ માટે કાંટાની ટક્કર અને ત્યારબાદ લિઝ ટ્રસ સરકારના નિર્ણયોને લઈને સતત વિવાદો ચાલ્યા આવી રહ્યા છે. આ વચ્ચે સરકારના બે મંત્રીઓને રાજીનામાં પણ આપવા પડ્યા હતા. હવ આ વિવાદે ખુદ વડાપ્રધાનનો ભોગ લીધો છે. આજે અમે તમને એ કારણો જણાવવાના છીએ જેના કારણે લિઝ ટ્રસે ખુરશી ગુમાવવી પડી.

મીની બજેટ

મીની બજેટ

લિજ ટ્રસ સરકારે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં સંસદમાં મિની બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ટ્રેક્સમાં વધારો અને મોંઘવારી અટકાવવા માટે પગલા લેવાયા હતા. આ મિની બજેટનો હેતુ યુકેની અર્થવ્યવસ્થાને 2.5 ટકાના વિકાસના સ્તરે લઈ જવાનો હતો, જો કે આવું થયું નહીં.બીજી તરફ આ બજેટે પહેલેથી જ મુશ્કેલીમાં રહેલા બજારને વધુ હલાવ્યુ. ટેક્સ કાપના નિર્ણયને કારણે પાઉન્ડના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. જેના કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને આર્થિક સંકટને રોકવા પગલાં ભરવા પડ્યા હતા.

મોંઘવારી પર નિયંત્રણ

મોંઘવારી પર નિયંત્રણ

લિઝ ટ્રસે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે બ્રિટનમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસેથી મોટી આશા હતી. જુલાઈમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડને પાર કરી 10.1 પર પહોંચી ગયો હતો. જો કે ઓગસ્ટમાં થોડો સુધારો થયો હતો અને તે ઘટીને 9.9 થયો હતો. સપ્ટેમ્બરમાં જ્યારે લિઝ ટ્રસ પીએમ બન્યા ત્યારે અપેક્ષા હતી કે ફુગાવો કાબૂમાં આવશે. પરંતુ આ થયુ નહીં. હવે ફરી મોંઘવારી ફરી 40 વર્ષની સપાટીને પાર કરી ગઈ છે.

મોટા વાયદા

મોટા વાયદા

ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે ચૂંટણી માટે ટક્કર ચાલી રહી હચી ત્યારે મોટા વચનો આપ્યા હતા. આ વચનોએ તેમને જીત પણ અપાવી. આ વાયદાઓમાં સૌથી મોટો વાયદો ટેક્સ ઘડાટાનો હતો. જો કે આ નિર્ણય તેમના માટે મુશ્કેલ સાબિત થયો. વચનને પૂર્ણ કરવા ટ્રસ સરકારે ટેક્સ ઘટાડ્યો પરંતુ તેના પરિણામોએ ટ્રસની ખુરશી છીનવી લીધી.

વાદા ખિલાફી

વાદા ખિલાફી

લિઝ ટ્રસે ચૂંટણીમાં હદથી વધારે મોટા વચનો આપી દીધા હતા. પરંતુ આ જ દાવાઓ તેમને ભારે પડ્યા. એ સમયે પણ લિઝ ટ્રસની ભારે ટીકા થઈ હતી અને નાણામંત્રીના રાજીનામાની માંગ શરૂ થઈ હતી. પીએમ અને નાણામંત્રીએ ટેક્સ ઘટાડવાનો નિર્ણય બદલવો પડ્યો. પરંતુ વણસી ગયેલી પરિસ્થિતિને સંભાળવા અને પ્રતિષ્ઠાને બચાવવા માટે ટ્રસે ક્વાસી ક્વાર્ટેંગને હટાવ્યા. પરંતુ લોકોએ તેમને પણ ન છોડ્યા અને વિરોધને જોતા રાજીનામું આપવુ પડ્યુ.

ઋષિ સુનક

ઋષિ સુનક

લિઝ ટ્રસને ખુરશી છોડાવવામાં તેના ખોટા વાયદાઓએ મટો ભાગ ભજવ્યો. ઋષિ સુનકની ચેતવણી એ સમયે તમામે ઈગ્નોર કરી પરંતું જેમ જેમ ચૂંટણી સર્વેના પરિણામો આવી રહ્યા હતા તેમ તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે લોકો લિઝના લોકપ્રિય વચનોને પસંદ કરી રહ્યા છે. આખરે ઋષિની ચૂંટણીમાં હાર થઈ. જીત બાદ લિઝ ટ્રસ ઋષિ સુનકે મદદ કરી નહીં અને પાછા હટી ગયા. એવું કહેવાય છે કે પડદા પાછળથી તેમણે રાજનીતિ ચાલુ રાખી અને લિજ ટ્રસની ખુરશી હલાવી. લિઝને ઋષિ ભારે પડ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X