Solar Eclipse 2024: યુરોપમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ, નાસાએ શેર કર્યા ફોટા અને વીડિયો

Solar Eclipse 2024: યુરોપમાં 54 વર્ષ બાદ સૌથી લાંબુ સૂર્યગ્રહણ જોવા મળ્યું. ઘણા શહેરોમાંથી ગ્રહણની તસવીરો સામે આવી હતી. આ દરમિયાન, સ્પેસ એજન્સી નાસાએ સૂર્યગ્રહણની આકર્ષક તસવીરો શેર કરી છે.

યુરોપના ઘણા શહેરોમાં દિવસ દરમિયાન અંધકાર છવાયેલો હતો. ભારતીય સમય અનુસાર રાત્રે 9:12 વાગ્યે શરૂ થયેલું સૂર્યગ્રહણ 5 કલાક અને 10 મિનિટ સુધી અસરકારક રહ્યું હતું. આ દરમિયાન લોકોએ આ દુર્લભ ખગોળીય ઘટનાની તસવીરો ક્લિક કરી. આવી સ્થિતિમાં નાસાએ પણ સુંદર ફોટોગ્રાફ્સ કેપ્ચર કર્યા.

Solar Eclipse 2024

સ્પેસ એજન્સી નાસાએ સૂર્યગ્રહણની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. જેમાં ગ્રહણની વધતી જતી સ્થિતિ બતાવવામાં આવી છે. આ ઉપરાંત એવા ઘણા ફોટોગ્રાફ્સ પણ કેપ્ચર કરવામાં આવ્યા છે જેમાં સૂર્ય અસ્ત થતાં શહેર અંધકારમાં ડૂબી ગયેલું જોઈ શકાય છે.

અહીં જુઓ તસવીરો-

અહેવાલો અનુસાર, પ્રારંભિક સૂર્યગ્રહણ મેક્સિકોના પ્રશાંત તટ પર જોવા મળ્યું હતું. ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યા સુધી ચાલેલુ આ સૂર્યગ્રહણ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર ઇગલ પાસ પાસે દક્ષિણ ટેક્સાસમાં શરૂ થયું હતું.

નાસાએ યુટ્યુબ પર તેની સત્તાવાર પ્રસારણ ચેનલ પર સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ કર્યું. વાસ્તવમમાં, યુરોપમાં જોવા મળેલું સૂર્યગ્રહણ 21મી સદીની પ્રથમ ઘટના છે. આવી સ્થિતિમાં આ ખગોળીય ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે દરેક લોકો આતુર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X