હું રાષ્ટ્રપતિ જેવો લાગુ છું અને તે પ્રમાણે વાત પણ કરુ છું: ઓબામા
આવો જાણીએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક તથ્યો
ચુંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર કાળા ચશ્મા પહેરતા નથી
ચુંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર કાળા ચશ્મા પહેરે છે તો અમેરિકનો માને છે કે જે વ્યક્તિની આંખો ઢાંકેલી હોય તેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.
મંગળવારે જ યોજાશ છે મતદાન
અમેરિકામાં આ પરંપરા 1845 થી ચાલતી આવી છે કારણ કે ત્યાં મંગળવારે જ મતદાન થાય છે. આનું કારણ એ છે કે 19મી સદીમાં આ એક કૃષિ પ્રધાન દેશ હતો અને ખેડૂતોને મતદાન સ્થળ સુધી પહોંચવા માટે ઘણો સમય લાગતો હતો. શનિવારે તે કામ કરતા હતા. સોમવારે તેમના માટે મતદાન કરવું શક્ય ન હતુ અને બુધવારે મંડીઓને તે અનાજ વેચતા હતા જેથી મતદાન માટે મંગળવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો.
નાપસંદગીનો પણ અધિકાર
ચૂંટણીમાં ભારતના મતદારોને આ અધિકાર સંભવ નથી પરંતુ અમેરિકાના નેવાદા રાજ્યમાં મતદારો પાસે ઉમેદવારને નકારવાનો અધિકાર છે. મતદાર 'નન ઑફ ધ કેંડિડેટ્સ' નો વિકલ્પ પસંદ કરી શકે છે.