મોદી કાકા પટેલોને અનામત આપો: સાઉથ આફ્રિકાના વ્યક્તિનો સંદેશ!
એક વાત તો માનવી જ રહી છે પાટીદારો અનામત આંદોલન માટે રોજ રોજ નીતનવી તરકીબો શોધી રહ્યા છે. પછી તે થાળી વાટકા વગાડવાનું આંદોલન હોય કે બેંકમાંથી એક સામટી થાપણ નીકાળવાનું. તેમની આ યુક્તિઓ મહદઅંશે લોકોનું ધ્યાન આકર્ષણ તો કરી દે છે.
ત્યારે વિદેશમાં રહેતા પટેલોએ તેમની અનામતની માંગણીને કંઇ અલગ રીતે રજૂ કરવા માટે કેટલાક વીડિયો બનાવ્યા છે. જેમાં તે વિદેશી લોકો જોડેથી જય સરદાર અને તેમની અનામતની માંગને વાતને બોલાવી રહ્યા છે.

ત્યારે એક સાઉથ આફ્રિકાના વ્યક્તિએ પટેલોની આ માંગ સાથે ગુજરાતીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક સંદેશો મોકલાવ્યો છે. જેમાં તેણે ગુજરાતીમાં નરેન્દ્ર મોદીને "મોદી કાકા" કહીને સંબોધ્યા છે. અને કહ્યું છે કે પટેલોને અનામત આપો. ત્યારે એક વિદેશીના મોઢે આટલી સ્પષ્ટ ગુજરાતી સાંભળી ખરેખરમાં તમને નવાઇ લાગશે. તો તમે પણ આ વીડિયો અહીં જુઓ.












Click it and Unblock the Notifications
