ચીનમાં ભૂકંપ: 30 ઘાયલ, હજારો ઘર-વિહોણા

ચીનની સરકારી ન્યૂઝ એજેન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર, મ્યાનમાર નજીક આવેલ યૂનાન પ્રાંત ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે. જે 3,200 મકાનોને નુકસાન પહુંચ્યું છે તેમાંથી 700 મકાનો સંપૂર્ણરીતે ધરાશાઇ થઇ ચૂક્યા છે.
યૂનાન પ્રોવિંસિયલ સિવિલ અફેયર્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભૂકંપના કારણે લગભગ 55, 000 લોકો પ્રભાવિત થયા છે. ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે તેણે ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે 6,000 ટેન્ટ, ઢાબડા અને કોટ મોકલવામાં આવ્યા છે. પ્રદેશના ભૂકંપ વિભાગે ત્રીજા લેવલની કટોકટી જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
