For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપ્પલે પોતાના કર્મચારીઓ માટે બનાવ્યુ વિશેષ ફેસ માસ્ક, જાણો તેની ખૂબીઓ

એપ્પલ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે ખાસ પ્રકારના માસ્ક બનાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કેલિફૉર્નિયાઃ હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ(કોવિડ-19) મહામારી સામે લડી રહી છે. જેનાથી બચવા માટે દરેક જણ માટે માસ્ક પહેરવુ અનિવાર્ય કરવામાં આવ્યુ છે. આ દરમિયાન એપ્પલ કંપનીએ પોતાના કર્મચારીઓ માટે ખાસ પ્રકારના માસ્ક બનાવ્યા છે. હવે આવનારા દિવસોમાં કંપની પોતાના કૉર્પોરેટ અને રિટેલ કર્મચારીઓને આ માસ્ક આપશે. કંપનીઓ પોતાના કર્મચારીઓને કોરોના વાયરસથી બચાવવા માટે આ પગલાં ઉઠાવ્યા છે. હજુ આવા બે માસ્ક છે જેની વાત થઈ રહી છે. આમાં પહેલા છે એપ્પલ ફેસ માસ્ક અને બીજુ છે એપ્પલ ક્લીયર માસ્ક. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર એપ્પલ ફેસ માસ્ક એન્જિનિયરિંગ અને ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન ટીમો દ્વારા બનાવવામાં આવ્યુ છે. આ એ જ ટીમો છે, જે આઈફોન અને આઈપેડ પર કામ કરે છે.

apple

માસ્કમાં ત્રણ ફિલ્ટર લેયર છે જેમાં શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી નહિ થાય. તેને ધોઈ શકાશે અને પાંચ વાર ઉપયોગમાં લઈ શકાશે. આ સાથે જ માસ્કમાં ઉપર અને નીચેની તરફ વધુ એક લેયર પણ છે. જે નાક અને ચિન પાસેના ભાગને પણ વાયરસના આવવાથી રોકશે. માસ્કની સ્ટ્રિપ્સને કાન પર લગાવ્યા બાદ પણ આરામદાયક જ અનુભવાશે તેને પોતાના હિસાબે ફિટ કરવામાં આવી શકાય છે. એપ્પલનુ કહેવુ છે કે માસ્કને બનાવવા માટે ઘણી શોધ અને ટેસ્ટિંગ બાદ પસંદ કરેલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમમાં એ વાતનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે કે પહેરનાર સરળતાથી શ્વાસ લઈ શકે અને હવા પણ ફિલ્ટર થતી રહે.

વળી, અન્ય માસ્ક, જેને એપ્પલે ક્લીયર માસ્ક કહેવામાં આવે છે. તે એફડીએથી પાસ સર્જીકલ માસ્ક છે જે સંપૂર્ણપણે પારદર્શી છે. આ માસ્ક ખાસ કરીને એ લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે જેને જોવા અને સાંભળવામાં મુશ્કેલી આવે છે. આને પહેરવાથી જોવા અને સાંભળવામાં કોઈ મુશ્કેલી નહિ આવે. આના માટે એપ્પલે વૉશિંગ્ટનમાં ગેલૉડેટ યુનિવર્સિટી સાથે કામ કર્યુ છે. બ્લૂમબર્ગ અનુસાર અહીં મુખ્ય રીતે એ છાત્રોને શિક્ષા આપવામાં આવે છે જે બરાબર સાંભળી નથી શકતા. એપ્પલે અત્યાર સુધી કર્મચારીઓને કપડાના માસ્ક અને રિટેલ સ્ટોર પર આવનારા ગ્રાહકોને સર્જીકલ માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે.

કંગના રનોતને મળ્યો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીનો સાથકંગના રનોતને મળ્યો મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીનો સાથ

English summary
Special face masks made by apple company for employees to prevent them from coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X