શ્રીલંકા: PM રાનિલ વિક્રમસિંઘે આપ્યુ રાજીનામુ, રાષ્ટ્રપતિ પહેલા જ થઇ ગયા છે ફરાર
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા ગૃહ યુદ્ધની આરે ઉભું છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ સ્પીકરને દેશની કમાન સોંપવામાં આવી શકે છે. નવા નેતાની પસંદગી
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલું શ્રીલંકા ગૃહ યુદ્ધની આરે ઉભું છે. દરમિયાન, શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ સ્પીકરને દેશની કમાન સોંપવામાં આવી શકે છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ સંભાળશે. શ્રીલંકાએ રાજકીય નેતાઓને કહ્યું કે તે નવી સરકાર માટે માર્ગ બનાવવા માટે તૈયાર છે. મહિન્દ્રા રાજપક્ષે બાદ તાજેતરમાં રાનિલ વિક્રમસિંઘેએ દેશની બાગડોર સંભાળી છે.

રાનિલ વિક્રમસિંઘેએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યા બાદ એક ટ્વિટ કર્યું છે. પૂર્વ પીએમે એક ટ્વીટમાં કહ્યું કે આજે પાર્ટી નેતાઓની બેઠકમાં તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે સર્વપક્ષીય સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને સરળ બનાવવા માટે હું વડાપ્રધાન પદેથી રાજીનામું આપું છું.
To ensure the continuation of the Government including the safety of all citizens I accept the best recommendation of the Party Leaders today, to make way for an All-Party Government.
— Ranil Wickremesinghe (@RW_UNP) July 9, 2022
To facilitate this I will resign as Prime Minister.
સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે આયોજિત મીટિંગ પછી, સાંસદ હર્ષા ડી સિલ્વાએ ટ્વીટ કર્યું કે મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ અને પીએમ તાત્કાલિક પદ છોડી દે. કાર્યકારી પ્રમુખની નિમણૂક વધુમાં વધુ 30 દિવસ માટે થવી જોઈએ. આગામી થોડા દિવસોમાં વચગાળાની સર્વપક્ષીય સરકારની નિમણૂક થવી જોઈએ અને ટૂંક સમયમાં ચૂંટણી યોજવી જોઈએ.
સ્પીકર મહિન્દા યાપા અભયવર્ધનેના ઘરે ઝૂમ પર યોજાયેલી નેતાઓની બેઠકમાં વર્તમાન સંકટને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવાની વાત કરવામાં આવી હતી. જે બાદ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શનિવારે કહ્યું હતું કે તેઓ દેશમાં સર્વપક્ષીય સરકારની રચનાનો માર્ગ મોકળો કરવા માટે રાજીનામું આપવા તૈયાર છે. આ પછી હવે રાનિલ વિક્રમસિંઘેએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. સાવચેતીના ભાગરૂપે, સરકારે તમામ શાળાઓ તેમજ ચાર રાજ્યની યુનિવર્સિટીઓને 15 જુલાઈ સુધી અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. વર્તમાન પરિસ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ગોયબાયાએ રાજપક્ષે પરિવાર સાથે રાષ્ટ્રપતિ ભવન છોડી દીધું છે. એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શ્રીલંકન મીડિયા દાવો કરી રહ્યું છે કે સરકારી કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રપતિના સૂટકેટ નેવીના જહાજોમાં રાખવામાં આવી રહ્યા છે. હાલમાં તેની પુષ્ટિ થઈ નથી.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
