Sridevi : શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇ એરપોર્ટ લાવવામાં આવ્યો

શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇ એરપોર્ટ પર લાવવામાં આવ્યો છે. જુઓ તેની ખાસ તસવીરો. હવે. તેમના પાર્થિવ દેહને પ્લેન દ્વારા મુંબઇ લાવવામાં આવશે. વધુ વાંચો

શ્રીદેવીના દુબઇમાં નિધન પછી ત્રણ દિવસ બાદ આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ લાવવા માટે મંજૂરી મળી ગઇ છે. સરકારી વકીલની મંજૂરી મળતા જ તેના પાર્થિવ દેહને લેપ લગાડવામાં આવ્યો હતો. અને પછી એમ્બ્યુલન્સ દ્વારા તેના પાર્થિવ દેહને દુબઇ એરપોર્ટ પર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હવે તેના પાર્થિવ દેહને મુંબઇ લઇ જવા માટે છેલ્લી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેના પાર્થિવ દેહને પ્લેન દ્વારા મુંબઇ લાવવામાં આવશે. ત્યારે દુબઇ એરપોર્ટ પરથી તેમના પાર્થિવ દેહને લઇ જવાની તસવીરો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયા પછી માનવામાં આવતું હતું કે તેમનું મોત હાર્ટ અટેકથી થયું છે પણ પોસ્ટમોર્ટમમાં દુર્ધટનાવશ બાથટબમાં પડી જવાથી મોત થઇ હોવાનું બહાર આવ્યું છે. વધુમાં બોની કપૂરને ક્લીન ચીટ મળી છે તેવા સમાચાર પણ આવ્યા છે. અને તે પણ દુબઇથી મુંબઇ તરફ આવવા રવાના થાય છે. જ્યાં તેમની સાથે અર્જૂન કપૂર જે શ્રીદેવીના સાવકા પુત્ર છે તે પણ સાથે છે.

sridevi

શ્રીદેવીના દુબઇમાં નિધન અને તેના પછી તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટના કારણે દુબઇ સરકાર દ્વારા આ મામલે પૂરી તપાસ કરવામાં આવી છે. અને ત્રણ દિવસ જેટલા લાંબા સમય બાદ આખરે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઇથી મુંબઇ લાવવા માટે મંજૂરી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે દુબઇમાં 24 ફેબ્રુઆરી રાતના 11 વાગ્યા જેવું થયું શ્રીદેવીનું નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીદેવીના પાર્થિવ દેહના મુંબઇ ભાગ્ય બંગલા ખાતે જાહેર જનતા અને બોલીવૂડ સેલેબ્રિટી માટે મૂકવામાં આવશે. અને પછી આગળની પ્રક્રિયા પ્રમાણે તેના અંતિમ સંસ્કારની વિલેપાર્લેમાં કબ્રસ્તાનમાં કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X